July 5, 2024

હવે દક્ષિણમાં પણ INDIA ગઠબંધનમાં પડી તિરાડ

કેરળ: ઉત્તર ભારત બાદ હવે દક્ષિણ ભારતમાં પણ ઈન્ડિયા ગઠબંધનની અંદર તિરાડ પડી રહી છે. કેરળમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કે. સુધાકરણ અને વિપક્ષી નેતા વીડી સતીસનની આગુવાઈમાં રાજ્યવ્યાપી વિરોધ રેલી શરૂ કરવામાં આવી છે. એઆઈસીસી મહાસચિવ કે.સી. વેણુગોપાલના કોસરગોડમાં રેલીની લીલીઝંડી બતાવી શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસે આ રેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિરૂદ્ધ ‘જન આંદોલન’ના રૂપમાં શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસની આ યાત્રા ત્રણ સપ્તાહ સુધી ચાલશે. જેમાં તેઓ 14 જિલ્લાઓને કવર કરશે.

લોકોને જાગૃત કરીશું
કાસરગોડમાં વીડી સતીસને કહ્યું કે, વિરોધની આ જ્વાળા કેન્દ્ર અને રાજ્યસરકારની વિરૂદ્ધમાં છે. આ રેલી દરમિયાન અમે સામાન્ય લોકોને મળશું. જે કેન્દ્ર અને રાજ્ય સરકારની ખોટી નીતિઓને પ્રભાવિત હશે.કેરળ રાજ્યનું સોશ્યલ વેલફેટર સેક્ટર વિખેરાઈ ગયો છે. અમે કેટલાક એવા લોકોને મળશું જે આ ભષ્ટાચાર સિસ્ટમનો શિકાર થઈ છે. અમે અમારી આ રેલીમાં ધર્મના આધાર પર ધ્રુવીકરણ કરવા વાળી પાર્ટીની વિરોધમાં લોકોને જાગૃત કરીશું.

કોંગ્રેસે સીએમ પર ઉઠાવ્યા સવાલ
સતીસને વધુમાં કહ્યું કે, આ રેલી ફાસીવાદ અને સાંપ્રદાયિકતાની વિરૂદ્ધ કોંગ્રેસનું આ મોટું અભિયાન છે. તો બીજી તરફ કે.સી. વેણુગોપાલે કહ્યું કે, આ યાત્રા કેરલના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને ઉજાગર કરવા માટે છે. સીએમ વિજયન ભારતીય જનતા પાર્ટીની વિરૂદ્ધ નથી. તેઓ પોતાની કુર્સી બચાવવા અને તેમના પ્રિયજનને બચાવવા માટે કેન્દ્રથી સમજોતો કરવા તૈયાર છે. વિજયનની પાસે રાજ્યપાલથી લડવા માટે કોઈ નૈતિક આધાર નથી. પશ્ચિમ બંગાળમાં સીપીઆઈનું જે થયું છે. તે જ હાલ વિજયનના નેતૃત્વ વાળી પાર્ટીનું કેરળમાં થશે. આગામી લોકસભા ચૂંટણીમાં કેરળની જનતા બધી જ 20 હેઠકો પર યુડીએફ ઉમેદવાદ ઊભા રહેશે.