CR પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર આવકાર્યા
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે. ત્યારે તેઓ 85 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એરપોર્ટ પર આવકાર્યા હતા.
વૈષ્ણવજન તો તેને રે કહીએ….જે પીડ પરાઇ જાણે રે….
12મી માર્ચ, 1930નાં દિવસે પૂજ્ય બાપુએ સાબરમતી આશ્રમથી દાંડીકૂચની શરૂઆત કરી હતી, આ દિવસ ઐતિહાસિક દિવસ હતો. દાંડીકૂચ દ્વારા ભારતનાં સ્વતંત્રતા સંગ્રામમાં એક નવી ઉર્જાનો સંચાર થયો હતો. આ યાત્રાને ગૌતમ બુદ્ધનાં ‘મહાભિનિષ્ક્રમણ’ સાથે… pic.twitter.com/zzMLKNJGkC
— C R Paatil (@CRPaatil) March 12, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સાબરમતી ડી-કેબિન રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ અમદાવાદમાં સાબરમતી કિનારે આવેલા ગાંધી આશ્રમના નવીનીકરણનો પ્રોજેક્ટ નિહાળશે. પછી સાડા 10 વાગ્યે અભયઘાટ પર સભાને સંબોધન કરશે.
રેલવે સ્ટેશન પર ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વિવિધ રેલવે સ્ટેશન પર ભારતીય જન ઔષધિ કેન્દ્રોની શરૂઆત કરાવશે. ત્યારબાદ અમદાવાદ – મુંબઈ સહિત 10 જેટલી વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવશે. પીએમ મોદી 10 વાગ્યે સાબરમતી નદીના કિનારે આવેલા ગાંધી આશ્રમ પહોંચશે. ત્યાંથી સીધા કોચરબ આશ્રમ જશે અને ઉદ્ઘાટન કરશે.