પોલીસ કોન્સ્ટેબલથી લઈ કેન્દ્રીય મંત્રી બનવા સુધીની સી.આર. પાટીલની સફર
જયેશ ચૌહાણ, અમદાવાદ: પીએમ મોદી અને અમિત શાહના દિલ્હી ગયા બાદ ગુજરાત ભાજપને નવી ઉંચાઇ પર લઇ જનાર પ્રખર નેતા અને 24*7 અવેલેબલ રહેનાર રાજનેતા અને કર્મઠ વ્યક્તિ સી.આર. પાટીલને ગુજરાત બીજેપીનું નેતૃત્વ સંભાળ્યાને 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ સી.આર પાટીલના નેતૃત્વમાં બીજેપી ગુજરાતના શિખરો સર કરવાની કહાનીની… સી.આર પાટીલ એક કુશળ ચૂંટણી રણનીતિકાર હોવાની સાથે સિદ્ધાંતવાદી નેતાની છાપ ધરાવે છે. એક પોલીસ કોન્સ્ટેબલથી ગુજરાત BJPના સેનાપતિ અને કેન્દ્રીય મંત્રી બનવા સુધીની સી.આર પાટીલની સફર સંઘર્ષ સાથે પ્રેરણાની પણ રહીં છે.
“સી.આર પાટીલનું જીવન”
– સામાન્ય પરિવારમાં 16 માર્ચ 1955માં જન્મ
– મહારાષ્ટ્રના જલગાંવના પીંપરી-અકારાઉત ખાતે જન્મ થયો
– પિતા રઘુનાથજી પાટીલ અને માતા સરુબાઇ પાટીલ
– મહારાષ્ટ્રમાંથી ગુજરાત બન્યુ ત્યારે પરિવાર સાથે દ.ગુજરાતમાં સ્થાયી થયા
– પાટીલનો અભ્યાસ દક્ષિણ ગુજરાતની વિવિધ શાળાઓમાં થયો
– સુરતની ITIમાં ફીટર ટર્નરનો અભ્યાસ કર્યો
– પિતા પોલીસમાં હોવાથી પાટીલ પણ 1975માં ગુજરાત પોલીસમાં ભરતી થયા
– પોલીસમાં રહેતા કર્મચારીઓની સમસ્યાને લઇ સંગઠન બનાવવાનું વિચાર્યુ
– વર્ષ 1984માં પોલીસ કર્મીઓનું યુનિયન બનાવવા પ્રયાસ કર્યો
– પાટીલના યુનિયન બનાવવાના પ્રયાસથી અધિકારીઓ-સરકાર નારાજ થઇ
– નોકરી છોડી વર્ષ 1985માં સી.આર પાટીલ બીજેપી સાથે જોડાયા
– સુરતમાં સી.આર પાટીલ કાશીરામ રાણા સાથે કામ કરતા હતા
સી.આર પાટીલનો પરિવાર
– પરિવારમાં પત્ની ગંગાબેન પાટીલ
– 3 દીકરી અને 1 પુત્ર અને પુત્રવધુ
ગુજરાતનું નામ દેશ અને વિદેશમાં જ્યારે પણ લેવાય ત્યારે તેના ઇતિહાસ અને વિકાસગાથાની વાત આવે તો પીએમ મોદી અને અમિત શાહના નામનો ઉલ્લેખ ચોક્કસથી જ થાય પરંતુ પીએમ મોદી અને અમિત શાહના દિલ્હી ગયા બાદ ગુજરાત બીજેપીને કોણ સારી રીતે સંભાળી શકે તેવી વાતો થતી હતી એ સંજોગોમાં કોઇ એ વિચાર પણ ન કરી શકે કે જે કામ પીએમ મોદી અને અમિત શાહ ન કરી શક્યા એ કામ અન્ય કોઇ પણ કરશે પરંતુ તાજેતરમાં થયેલા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પરથી કહી શકાય કે જે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પીએમ મોદી અને અમિત શાહના ગુજરાતમાં પણ ન તૂટી શક્યો એ અશક્ય કામ સી.આર પાટીલના નેત્રુત્વમાં ગુજરાત બીજેપીએ કરી બતાવ્યુ અને ઐતિહાસિક 156 સીટો ગુજરાતમાં બીજેપીએ જીતી. આજે સી.આર પાટીલને ગુજરાત બીજેપીની કમાન મળ્યાને 4 વર્ષ પૂર્ણ થયા છે એ સાથે સાથે તેમનો કાર્યકાળ પણ પૂર્ણ થઇ રહ્યો છે અને આજે સી.આર પાટીલ કેંદ્રમાં મંત્રી બની ચૂક્યા છે છતા તેઓ પ્રદેશ પ્રમુખ પદે યથાવત છે અને માનવામાં આવી રહ્યું છે કે સી.આર પાટીલના નેતૃત્વમાં જ બીજેપી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ લડશે.
કાર્યકર્તાથી સાંસદ, સાંસદથી પ્રદેશ અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષથી પેજ સમિતીના પ્રણેતા સુધીની સફર
ગુજરાત બીજેપીના 13માં પ્રદેશ અધ્યક્ષ તરીકે 20 જુલાઇ 2020ના સી.આર પાટીલની નિમણૂંક કરવામાં આવી હતી… આજે સી.આર પાટીલે પ્રદેશ બીજેપી અધ્યક્ષ તરીકે 4 વર્ષ સફળતાપૂર્વક પાર કર્યા છે…..
“સી.આર પાટીલની રાજકીય સફર”
– 1980માં પાટીલ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા
– પાર્ટીમાં જોડાયાના 15 વર્ષ બાદ તેમને પદ અપાયુ
– 1995થી 1997 અને 1998થી 2000 સુધી GIDCના ચેરમેન રહ્યાં
– એક સારા ફંડ મેનેજર તરીકે પણ પાટીલ જાણીતા રહ્યાં
– સુરત ભાજપના કોષાધ્યક્ષ પદે પણ રહ્યાં
– વર્ષ 2009માં પાટીલ નવસારીથી લોકસભાના સાંસદ બન્યા
– વર્ષ 2014, 2019 અને વર્ષ 2024માં પણ પાટીલ સાંસદ બન્યા
– 2019માં પાટીલ દેશમાં સૌથી વધુ 6,89,668 લીડ મેળવનાર સાંસદ બન્યા
– 2024ની ચૂંટણીમાં સી.આર પાટીલે પોતાનો જ લીડનો રેકોર્ડ તોડ્યો
– વર્ષ 2024ની ચૂંટણીમાં પાટીલ 7,73,551 મતની લીડથી જીત્યા
ટેક્નોસેવી પાટીલ
– વર્ષ 2009માં પાટીલ પ્રથમ વખત સાંસદ બન્યા બાદથી તેમની લોકચાહના મતદારોમાં વધી
– પોતાની ઓફિસમાં ISO લેનાર સી.આર પાટીલ પ્રથમ સાંસદ બન્યા હતા
– સાંસદનું કાર્યાલય કોર્પોરેટ ઓફિસની જેમ કામ કરે છે
– દરેક મુલાકાતીની નોંધ થાય, ફરિયાદની નોંધ થાય
– ફરિયાદ મળી હોય તેનું ટ્રેકિંગ પણ પાટીલની ઓફિસમાં થાય
“PM મોદીના વિશ્વાસુ પાટીલ”
સી.આર પાટીલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના અને વિશ્વાસુ નેતા માનવામાં આવે છે… એ વાતનો અંદાજ તમે એ બાબત પરથી પણ લગાવી શકો કે જ્યારે પીએમ મોદી પ્રથમ વખત વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે અને બાદમાં પણ વારાણસીમાં તમામ જવાબદારી અને વ્યવસ્થા સંભાળનાર નેતાઓમાં સી.આર પાટીલ મુખ્ય હતા.. પીએમ મોદીના વિશ્વાસુ હોવાની સાથે બિન ગુજરાતી હોવા છતા બિનગુજરાતી લોકોના માધ્યમથી તેમના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના લોકો સાથે સંપર્કો કેળવ્યા સાથે સાથે બિન ગુજરાતી લોકોને સાથે રાખી અન્ય રાજ્યોમાં પણ પક્ષ માટે પ્રચાર કર્યો… પાટીલ કુશળ નેતા, રણનીતિકાર, ફંડ લાવનાર નેતાના ગુણ હોવાથી તેમને સાંસદ રહેતા વર્ષ 2020માં ગુજરાત બીજેપીના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવાયા.
“પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ”
– 20 જુલાઇ 2020ના નિમણૂંક અને 21 જુલાઇથી કમલમ પદભાર સંભાળ્યો
– 28 જુલાઇના PM અને અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી
– પ્રમુખ બન્યા બાદ જ સી.આર પાટીલે સૌરાષ્ટ્રથી પ્રવાસનો પ્રારંભ કર્યો
– સી.આર પાટીલને પ્રદેશ અધ્યક્ષ બનાવતાની સાથે જ સંગઠનમાં ફેરફારો પણ થયા
– 25 વર્ષથી સંગઠન મહામંત્રી રહેલા ભીખુ દલસાણીયાને બિહાર મોકલવામાં આવ્યા
– સી.આર પાટીલે કોરોનાકાળમાં પણ પ્રવાસો કર્યા અને કોરોનાગ્રસ્ત થયા
– સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતના પ્રવાસોથી કાર્યકર્તાઓમાં જોશ પુર્યો
– 24 સપ્ટેમ્બર 2020ના પાટીલે પેજ સમિતી કાર્યક્રમ શરૂ કર્યો
– 10 નવેમ્બર 2020ના બીજેપીએ 8માંથી 8 વિધાનસભાની પેટા ચૂંટણી જીતી
– ડાંગની સીટ પ્રથમવાર બીજેપીએ મોટી લીડથી જીતી
– બીજેપી વિધાનસભા બાદ રાજ્યસભાની 2 બેઠક બિનહરીફ જીત્યુ
– સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ટિકિટ માટે નિયમોનું પાલન કરાવાયુ
– પરિવારના સભ્યને ટિકિટ નહીં, 3 ટર્મ ચૂંટાયેલાને ટિકિટ નહીં, 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં
– ફેબ્રુઆરી 2022માં તમામ 6 મનપાની ચૂંટણીમાં જીત મેળવી
– જિલ્લા – તાલુકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ જીત મેળવી
– પાટીલના પ્રમુખ બનતા જ સહકારી ક્ષેત્રોમાં પણ દબદબો વધ્યો
પાટીલના પ્રદેશ અધ્યક્ષ બન્યાના થોડા મહિનાઓ બાદ જ મોટો ફેરફાર
– સપ્ટેમ્બર 2021માં રૂપાણી સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા
– સરકાર અને સંગઠનમાં અભાવના કારણે પ્રધાનમંડળ બદલાયાની ચર્ચાઓ
– ભૂપેન્દ્ર પટેલ CM બન્યા અને પ્રધાનમંડળમાં તમામ નવા ચહેરાઓ
– નવા CM અને મંત્રીઓ વચ્ચે પણ પાટીલે સરળતાથી અને નિર્વિરોધ સંગઠન ચલાવ્યુ
– પાટીલે પેજ સમિતીઓ પર ભાર મુક્યો
– પેજ સમિતી ન બનાવનારને ચૂંટણીઓમાં ટિકિટ નહીં
– એક પદ, એક હોદ્દાનો નિયમ પણ પાટીલ લાવ્યા
– પાટીલના અધ્યક્ષ બન્યા બાદ સહકારી ચૂંટણીઓમાં મેન્ડેટ આપવાનું શરૂ થયુ
– વર્ષ 2022 વિધાનસભા ચૂંટણી પહેલા કેસરી ટોપી લાવવામાં આવી
– વિધાનસભા 2022ની ચૂંટણીમાં પાટીલે 182માંથી 182 સીટ જીતવાની વાત કરી
– વિધાનસભા ચૂંટણીમાં કોઇએ ધાર્યુ ન હોય તેવુ ઐતિહાસિક પરિણામ લાવ્યા
– ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીએ ઐતિહાસિક 156 સીટ મેળવી
– 156 સીટ મેળવ્યા બાદ પણ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પક્ષમાં જોડ્યા
– ઓપરેશન લોટસ ચલાવી પાટીલે 6 જેટલા ધારાસભ્યોને ભાજપમાં લાવ્યા
– મોઢવાડિયા, સી.જે ચાવડા, અંબરિશ ડેર, ચિરાગ પટેલને ભાજપમાં જોડ્યા
– લોકસભા ચૂંટણીમાં પણ બીજેપીએ 26માંથી 25 સીટ મેળવી
– બનાસકાંઠા સીટ બીજેપીએ ઓછા માર્જિનથી ગુમાવી
– લોકસભા ચૂંટણીમાં એક સીટ હારવા બદલ પણ પાટીલે માફી માગી
– કેંદ્રમાં મંત્રી બન્યા બાદ પણ પાટીલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી
– લોકસભા ચુંટણી પહેલા ક્ષત્રિય આંદોલન શરૂ થયું
– સી.આર પાટીલે ખુદ મોરચો સંભાળ્યો
– ક્ષત્રિય સમાજના બીજેપીના નેતાઓને એક્ટિવ કર્યા અને આગેવાનો સાથે બેઠક કરવાનું કહ્યું
– આંદોલન ન સમેટાતા પાટીલે મોદી રાત સુધી મુખ્યમંત્રી નિવાસ સ્થાને બેઠક કરી
– ખુદ સી.આર પાટીલે ક્ષેત્રીય સમાજની માફી માંગી
– લોકસભા ચુંટણી પહેલા મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને પક્ષમાં લાવ્યા અને સાથે સાથે પોતાના કાર્યકર્તાઓ અને નેતાઓને પણ સાચવ્યા
– નારાજ કેતન ઈમાનદારને પણ નિવાસ સ્થાને બોલાવી બેઠક કરી નારાજગી દૂર કરી
– લોકસભા ચુંટણી દરમિયાન કાર્યકર્તાઓની નારાજગી જોઈ સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો બદલવાનો નિર્માણ કર્યો
– સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ નારાજગીને ડામી, ભીખાજી ઠાકોર અને લોકલ નેતાઓ સાથે કમલમ બેઠક કરી વિરોધને શાંત પાડ્યો
“કાર્યકર્તાઓના સી.આર પાટીલ”
– પ્રમુખ બન્યા બાદ નેતાઓ-સરકારમાં પાટીલ ઓછા પરંતુ કાર્યકર્તાઓના પ્રિય રહ્યાં
– સી.આર પાટીલે પ્રમુખ રહેતા હંમેશા કહ્યુ, મારો કાર્યકર્તા પહેલા હોવો જોઇએ
– અનેક જાહેર મંચો પરથી કાર્યકર્તાઓને સાચવવાની ટકોર કરી
– કાર્યકર્તાઓની ફરિયાદો મંત્રીઓ નથી સાંભળતા તેવી વાત પાટીલને મળી
– પાટીલે તમામ મંત્રીઓને કમલમ આવીને બેસવાનો આદેશ કર્યો
– સરકાર કમલમથી ચાલે છે તેવી વિપક્ષની ટિકાઓની પરવાહ ન કરી
– કામ કરનારને જ ટિકિટનો સ્પષ્ટ અને સતત મેસેજ કાર્યકર્તાઓને આપ્યો
– પેજ સમિતી બનાવનાર કાર્યકર્તાઓને હોદ્દાઓ અને ટિકિટો પણ આપી
– કોન્ટ્રાક્ટ ભરતીઓમાં પણ કાર્યકર્તાઓને સાચવવા સુધીની વાત કરી દિધી
– જાહેર મંચ પરથી ધારાસભ્યોને પણ અનેકવાર ટકોર કરી કહ્યું, મારા કાર્યકર્તાઓને સાચવજો
– નર્મદ યુનિ.ની સેનેટ ચૂંટણીમાં ABVPમાંથી પાટીલના પુત્રનું નામ હતુ પણ હટાવી લેવાયુ
– જશ લીધા વિના કામ કરવાનું અને મહત્વકાંક્ષા આગળ ન કરવાનો મંત્ર અપનાવ્યો
– જ્યારે પણ ચૂંટણીના પરિણામો આવ્યા પાટીલે હંમેશા કાર્યકર્તાઓને ક્રેડિટ આપ્યુ
પાટણમાં પાટીલે કહ્યું, વિજેતા ઉમેદવારો પોતાની લોકપ્રિયતાથી ચુંટાયા હોવાનું ઘમંડ કરી કાર્યકર્તાઓનું અપમાન કરશે તો એ નહીં ચલાવી લેવાય, ગુજરાતમાં લોકપ્રિયતા માત્ર નરેન્દ્ર મોદીની જ છે
“પેજ સમિતીના પ્રણેતા સી.આર પાટીલ”
– પ્રમુખ બન્યા બાદ પાટીલે કાર્યકર્તાઓ પર ભરોસો જતાવ્યો
– લોકોને પક્ષ સાથે જોડવા અને બુથ મજબુત કરવા પેજ સમિતીનો નિર્ણય કર્યો
– પેજ સમિતીથી મતદાનના દિવસે મતદારને બુથ સુધી લાવવાનો હેતુ
– પાટીલના કાર્યકાળમાં પ્રથમ વખત પેજ પ્રમુખોની નિમણૂંકો થઇ
– સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં સારા પરિણામો આવ્યો
– સારા પરિણામોનો શ્રેય પાટીલે પેજ સમિતી અને પેજ પ્રમુખોને આપ્યો
– પાટીલે ધારાસભ્યો સુધી પેજ પ્રમુખોની ફોર્મ્યુલા પહોંચાડી
– ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં પેજ સમિતીનું કામ પૂર્ણ કરવા કહ્યુ
– કારોબારી અને ધારાસભ્ય દળની બેઠકમાં પણ પેજ સમિતી પર ભાર અપાયુ
– પાટીલની પેજ સમિતીની નોંધ છેક દિલ્લી સુધી લેવામાં આવી હતી
– પીએમ મોદીએ પણ ગુજરાતના 15 લાખ પેજ સમિતીને સંબોધી પત્ર લખ્યો હતો
– દિલ્હી ખાતે મળેલી કાર્યકારણીમાં PM મોદીએ પણ પેજ સમિતિ બદલ પાટિલના વખાણ કર્યા અને અન્ય રાજ્યોને પણ અનુસરવા કહ્યું
– પેજ સમિતી બનાવનારને જ વિધાનસભામાં ટિકિટની વાત પાટીલે કરી
– વિધાનસભા ચૂંટણીમાં પણ પેજ સમિતીની અસર જોવા મળી
– વિધાનસભા 2022માં બીજેપીએ 156 સીટો જીતી, પાટીલે કાર્યકર્તાઓને શ્રેય આપ્યો