January 26, 2025

ઉધનાના લક્ષ્મી-નારાયણ મંદિરમાં સીઆર પાટીલે સફાઈ કરી

cr patil did safai udhna lakshmi narayan temple

સીઆર પાટીલે સફાઇ કરી

સુરતઃ આવતીકાલે રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિર અને તીર્થ સ્થાનોના સફાઈનું આહ્વાન કર્યું હતું. આ આહ્વાનને ધ્યાને રાખી ગુજરાતના પ્રદેશ પ્રમુખે ઉધનામાં આવેલા લક્ષ્મી નારાયણ મંદિરમાં સફાઈ કરી હતી.

આ અંગે તેમણે એક્સ પર જાણકારી આપી હતી કે, ‘આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે, પ્રભુ શ્રી રામ તંબુમાંથી મહેલસમા મંદિરમાં બિરાજીત થઇ રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મંદિર અને તીર્થ સ્થાનોની સફાઇનાં આહવાનને શિરે ચઢાવી આજે ઉધના ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની સ્વચ્છતામાં શ્રમદાન આપી પરમ સંતોષ અનુભવ્યો.’

તેટલું જ નહીં, તેમણે સર્વ નાગરિકોને પણ તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.