December 23, 2024

ચોંકાવનારો રિપોર્ટ: કોરોનાએ ભારતીયોના ફેફસાંને કર્યું મોટું નુકસાન

નવી દિલ્હી: કોરોનાએ ભારતીય લોકોના ફેફસાને ખૂબ જ નબળા કરી દીધા છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 ના કારણે ફેફસાં નબળા પડી ગયા છે. મળતી માહિતી અનુસાર અભ્યાસ મુજબ ભારતીય લોકોના ફેફસાને યુરોપ અને ચીનના લોકો કરતા વધુ નુકસાન થયું છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે કેટલાક લોકો એક વર્ષમાં તેમાંથી સાજા થઈ શકે છે પરંતુ અન્ય લોકોએ તેમના બાકીના જીવન માટે નબળા ફેફસાં સાથે જીવવું પડશે.

207 દર્દીઓના ફેફસાંનો અભ્યાસ કરવામાં આવ્યો હતો
અભ્યાસમાં 207 લોકોના ફેફસાં પર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હળવા અથવા મધ્યમ અને ગંભીર કોવિડ ધરાવતા દર્દીઓને સંપૂર્ણ ફેફસાં, છ મિનિટ ચાલવા માટેનો ટેસ્ટ, બ્લડ ટેસ્ટ અને તેમના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી.

44 ટકા ફેફસાંને મોટું નુકસાન
બધાથી વધારે સંવેદનશીલ ફેફસાંનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેને ગેસ ટ્રાન્સફર (DLCO) કહેવામાં આવે છે. તેના દ્વારા હવામાંથી ઓક્સિજન લેવાની ક્ષમતા માપવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું કે 44 ટકા લોકોના ફેફસાને નુકસાન થયું છે. તબીબોના મતે તેને ખૂબ જ ચિંતાજનક ગણાવવામાં આવ્યું છે. 35 ટકા કરતાં સહેજ ઓછા દર્દીઓને ફેફસાંને નુકસાન થયું હતું. 35% લોકોને ફેફસાં સંકોચાઈ જવાની સમસ્યા હતી. જેના કારણે તેમના ફેફસા હવા ભરતી વખતે સંપૂર્ણ રીતે વિસ્તરી શકશે નહીં. 8.3% લોકોમાં હવાના માર્ગો બ્લોકેજની સમસ્યા જોવા મળી હતી, જેના કારણે ફેફસામાં હવા જવાનું મુશ્કેલ બને છે.

ચાઇનીઝ અને યુરોપિયનોને ઓછું નુકસાન
તપાસમાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. દરેક કિસ્સામાં ભારતીય દર્દીઓની હાલત ચાઈનીઝ અને યુરોપિયન દર્દીઓ કરતાં વધુ ખરાબ છે. વધુમાં, ડાયાબિટીસ અને હાઈપરટેન્શનથી પીડિત ભારતીયોની સંખ્યા ચાઈનીઝ અને યુરોપિયનોની સરખામણીએ વધુ હતી.

કેટલાક દર્દીઓને શ્વાસની તકલીફ સાથે જીવવું પડશે
કેટલાક કોવિડ દર્દીઓને ચેપ પછી ફેફસામાં ફાઇબ્રોસિસ (સખ્તાઇ)ને કારણે, ચેપના લગભગ 8-10 દિવસ પછી, ઓક્સિજન સપોર્ટ અને સ્ટેરોઇડ સારવાર મેળવવાની જરૂર હતી. તેમણે કહ્યું કે આમાંના લગભગ 95% દર્દીઓમાં, ફેફસાના નુકસાન ધીમે-ધીમે સાજા થઈ જાય છે, જેનાથી 4-5% દર્દીઓને લાંબા ગાળાની શ્વાસ લેવામાં તકલીફ હોય છે.