January 16, 2025

કોવેક્સિન મામલે મોટો ખુલાસો, રિસર્ચ અધૂરું હોવાનો ચોંકાવનારો દાવો

નવી દિલ્હીઃ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (IMS) BHUના ગેરિયાટ્રિક્સ વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ પ્રો. એસએસ ચક્રવર્તીનું કોવેક્સિન પરનું સંશોધન વિવાદમાં ઘેરાયેલું છે. BHUની ચાર સભ્યોની તપાસ સમિતિએ જ સંશોધનને અધૂરું જાહેર કર્યું છે. સમિતિએ કહ્યું કે, સંશોધનમાં પૂરતા તથ્યોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં IMSના ડાયરેક્ટરને સુપરત કરવામાં આવશે.

વિભાગના વડાએ કોવેક્સિન અને તેની આડઅસરો પર સંશોધન પર એક પેપર પ્રકાશિત કર્યું. દસથી વધુ વિભાગોને જોડતા એવું કહેવામાં આવ્યું હતું કે, કોવેક્સિન લેનારા કિશોરોના વાળ ખરી રહ્યા છે. ચામડીના રોગનો પણ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ સંશોધન પ્રકાશમાં આવતા જ હલચલ વધી ગઈ હતી. IMS BHU વહીવટીતંત્રે આવા સત્તાવાર સંશોધનનો ઇનકાર કર્યો હતો. તેમજ ડાયરેક્ટર પ્રો. એસએન સંખવારે ડીન રિસર્ચ પ્રો.ગોપાલનાથના નેતૃત્વમાં ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરી હતી.

આ પણ વાંચોઃ ચૂંટણીમાં રોકડ રકમના દુરુપયોગમાં ગુજરાત પ્રથમ, જાણો બીજા નંબરે કોણ

કોવેક્સિનની આડઅસર અંગેના સંશોધનમાં જેરિયાટ્રિક મેડિસિન, ગાયનેકોલોજી અને ઑબ્સ્ટેટ્રિક્સ ડિપાર્ટમેન્ટ અને IMS BHUના લગભગ દસ વિભાગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સંશોધન કાર્ય પૂર્ણ થયા પછી તેના સંશોધન જર્નલ્સ 30 મે 2022ના રોજ સંબંધિત સંસ્થામાં પ્રકાશન માટે મળ્યા હતા.

તે 17 જુલાઈ 2022ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું, જ્યારે તે 20 જુલાઈના રોજ પ્રકાશિત થયું હતું. શુક્રવારે IMS BHU ડાયરેક્ટરને સંશોધન અહેવાલમાં કોવેક્સિનની આડઅસરો વિશે માહિતી મળી, તેમણે તેની પ્રામાણિકતાની તપાસ કરવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચોઃ ફૂટવેર ઉદ્યોગપતિઓ પર ITના દરોડા; 40 કરોડ રોકડ જપ્ત, હજુ ગણતરી ચાલુ

રિસર્ચ રિપોર્ટના સમય પર સવાલ
લોકસભા ચૂંટણી વચ્ચે કો-વેક્સિનના રિસર્ચ રિપોર્ટને લઈને સવાલો ઉભા થયા છે. IMS BHUના ડૉક્ટરોનું કહેવું છે કે, સંશોધન જૂનું છે તો પછી ચૂંટણી વખતે મીડિયાને કેમ આપવામાં આવ્યું, તે તપાસનો વિષય છે. અર્ધ-સંપૂર્ણ અહેવાલ સાર્વજનિક કરવા પાછળનો ઈરાદો યોગ્ય જણાતો નથી. જુલાઈ 2022માં જ્યારે સંશોધન અહેવાલ પ્રકાશિત થયો હતો. ત્યારે આ સમયે આડઅસરોનો મુદ્દો ક્યાં પ્રકાશમાં આવ્યો? આનાથી IMS BHUની છબી પર વિપરીત અસર થવાની ધારણા છે.

અધિકારીએ શું કહ્યું?
IMS BHUના ડાયરેક્ટ પ્રોફેસર એસએન સંખવારે આ મામલે જણાવ્યુ હતુ કે, ‘કો-વેક્સિન પર જે રિસર્ચ કરવામાં આવ્યું છે, તેના પર પ્રશ્નો ઉઠાવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી છે. હાલમાં રિપોર્ટમાં કેટલીક ખામીઓ જોવા મળી છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. IMSના તમામ વિભાગોને માત્ર સંપૂર્ણ તથ્યો સાથે સંશોધન કરવાનું સૂચન કરવામાં આવશે. તેનાથી સંસ્થાની છબી જળવાઈ રહેશે.’