News 360
Breaking News

ટ્રમ્પને મોટો ઝટકો! જન્મજાત નાગરિકતા અંગેના અમેરિકન રાષ્ટ્રપતિના આદેશ પર કોર્ટે મૂક્યો સ્ટે

America: અમેરિકાના એક ફેડરલ જજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે જન્મજાત નાગરિકતા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સ્ટે લગાવી દીધો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જોન કોગનરે ટ્રમ્પ વહીવટીતંત્રને આદેશ લાગુ કરવાથી રોકતો કામચલાઉ મનાઈ હુકમ જારી કર્યો હતો અને જો તે આદેશનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.

સિએટલના એક ફેડરલ જજે ટ્રમ્પના આદેશને સ્પષ્ટપણે ગેરબંધારણીય જાહેર કર્યો. ટ્રમ્પના આ આદેશને રોકવા માટે ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વવાળા 4 રાજ્યોએ વિનંતી કરી હતી. પોતાની અરજીમાં તેમણે દાવો કર્યો હતો કે આ આદેશ યુએસ બંધારણના 14મા સુધારાનું ઉલ્લંઘન કરે છે. અરજી સાંભળ્યા પછી અને બંને પક્ષોને સાંભળ્યા પછી કોર્ટે આદેશ પર સ્ટે મૂક્યો. એક ન્યૂઝ એજન્સીએ ગુરુવારે તેના લેખમાં કોર્ટના આ આદેશની પુષ્ટિ કરી.

શપથ લેતાની સાથે જ ટ્રમ્પે આદેશ પર હસ્તાક્ષર કર્યા
એક અહેવાલ મુજબ, 20 જાન્યુઆરી, 2025 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો. તેઓ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પદ સંભાળતાની સાથે જ લગભગ 200 નિર્ણયો લીધા અને અનેક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા, જેમાં અમેરિકાના જન્મજાત નાગરિકત્વ સંબંધિત એક ઓર્ડરનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો: બરડા ડુંગર વિસ્તારમાંથી 2 કંકાલ લટકતા મળ્યા, તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

શપથ લીધા પછી, રિપબ્લિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુએસ એજન્સીઓને આદેશ આપ્યો કે તેઓ યુએસમાં જન્મેલા એવા બાળકોની નાગરિકતાને માન્યતા આપવાનો ઇનકાર કરે જેમના માતાપિતા યુએસ નાગરિક નથી અથવા યુએસના કાયદેસર કાયમી રહેવાસી નથી. પરંતુ તેમના વિરોધીઓએ આ આદેશને કોર્ટમાં પડકાર્યો.

ડેમોક્રેટિક પાર્ટીના નેતૃત્વ હેઠળના રાજ્યો વોશિંગ્ટન, એરિઝોના, ઇલિનોઇસ, ઓરેગોન અને નાગરિક અધિકાર જૂથો ટ્રમ્પના આદેશ સામે કોર્ટમાં ગયા. તેમણે ફેડરલ ન્યાયાધીશને રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ પર તાત્કાલિક રોક લગાવવાની વિનંતી કરી. આ આદેશ પર પ્રતિબંધ મૂકતા જસ્ટિસ કફનોરે કહ્યું કે ટ્રમ્પનો આદેશ સ્પષ્ટપણે ગેરબંધારણીય છે.