”દેશ ધ્યાન રાખે વધી રહ્યું છે દેવું”
દેશમાં એક તરફ અનેક વિકાસકામો થઈ રહ્યા છે જેના કારણે અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી રહી છે, પરંતુ આ વિકાસની સાથે દેશ પર દેવાનો બોજો પણ વધી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર દેશનું કુલ દેવું ચાલુ નાણાકિય વર્ષ જુલાઈ-સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં વધીને 2.47 ટ્રિલયન ડોલર એટલે કે 205 લાખ કરોડ રુપિયા થઈ ગયો છે. આ દેવાના વધારાની પાછળ બજારમાં વધી રહેલી ડોલરની કિંમત વધુ અસર કરી રહી છે.
PTIના રિપોર્ટ અનુસાર, ગત ત્રિમાસિક નાણાકિય સત્રમાં કુલ દેવું 2.34 ટ્રિલયન ડોલર એટલે કે લગભગ 200 લાખ કરોડ રૂપિયા હતો. જેમાં રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોના દેવાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારના દેવાની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બરના ત્રિમાસિક સત્રમાં 161.1 લાખ કરોડ રહ્યો હતો, જે માર્ચ મહિનામાં 150.4 લાખ કરોડ જેટલો હતો. આ 11 લાખ કરોડનો વધારો દેશના વિકાસના કામોમાં ખર્ચાયો હશે, પરંતુ તેનો બોજો દેશના દેવામાં વધારો કરી રહ્યો છે. મહત્વનું છેકે, આ ત્રિમાસિક ગાળામાં ડોલરની કિંમતોમાં પણ ઉઠાળો આવ્યો છે. જેની અસર પણ આપણા દેવા પર સીધી રીતે દેખાઈ રહ્યો છે. માર્ચમાં એક ડોલર 82.54 રૂપિયા પર હતું, જે વધીને 83.15 રૂપિયા સુધી પહોંચ્યો હતો.
દેશના વધી રહેલા દેવાને ધ્યાનમાં રાખતા IMF દ્વારા અનેક વખત ચેતવણીઓ પણ આપવામાં આવી છે. IMFએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્યો સાથે મળીને ભારતના સામાન્ય દેવાને GDPના 100 ટકાથી વધારે પહોંચાડી શકે છે. એવામાં લોન્ગ ટર્મમાં આ દેવાની ભરપાઈ કરવામાં મુશ્કેલી આવી શકે છે. બીજી તરફ આઈમેએફના રિપોર્ટને કેન્દ્ર સરકારે નકારી કાઢ્યો છે. આ સાથે કર્યું છેકે, સરકારી દેવું દેશ માટે જરા પણ જોખમી નથી. આ દેવું ડોલરમાં નહીં, પરંતુ રુપિયામાં લેવામાં આવ્યું છે.