Paris Olympics 2024માં કેટલા દેશ ભાગ લઈ રહ્યા છે?
Paris Olympics 2024: વિશ્વની સૌથી મોટો રમતોત્સવ શરૂ થવાનો છે. 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવશે. ઈવેન્ટ્સ 24મી જુલાઈથી શરૂ થશે અને ઓપનિંગ સેરેમનીનું આયોજન 26મી જુલાઈએ કરાશે. દુનિયાભરમાંથી 10,500 એથ્લેટ વિવિધ સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેવા ફ્રાન્સ પહોંચશે. કેટલાક એવા દેશ પણ છે જેમની મંજૂરી આપવામાં આવી નથી. તેમાં રશિયાનું નામ સામેલ છે.
ટીમ મોકલવાની છૂટ
જો આપણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લેનારા દેશની વાત કરીએ તો 206 દેશોના એથ્લેટ રમશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ બેલારુસને અને રશિયાને ઓલિમ્પિકમાં તેમની ટીમો મોકલવા માટે મંજૂરી આપી નથી. આ બંને દેશોના ખેલાડીઓ ઓલિમ્પિકમાં તટસ્થ એથ્લેટ તરીકે ભાગ લઈ શકે છે. ઈઝરાયેલને ઓલિમ્પિયામાં પોતાની ટીમ મોકલવા માટે IOC તરફથી પરવાનગી મળી ગઈ છે.
આ પણ વાંચો: ભારતીય ટીમે પ્રથમ વખત 5 મેચની T20 શ્રેણીમાં આટલી વિકેટ લીધી
120 ખેલાડીઓ ભાગ લેશે
ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો આ વખતે કુલ 120 એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં વિવિધ ઈવેન્ટમાં ભાગ લેશે. આપણે સ્પર્ધાઓ વિશે વાત કરીએ, તો મોટાભાગની એથ્લેટિક્સ ઇવેન્ટ્સ ઓલિમ્પિક સ્ટેડિયમ – સ્ટેડ ડી ફ્રાન્સ, પેરિસની બહાર સ્થિત છે. ફ્રાન્સમાં ઓલિમ્પિક ગેમ્સ 11 ઓગસ્ટથી સમાપ્ત થશે, જ્યારે પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી શરૂ થશે.