December 21, 2024

રાજકોટ નાગરિક બેન્ક ચૂંટણીની મત ગણતરી, 21મી નવેમ્બરે સત્તાવર પરિણામ જાહેર કરાશે

Rajkot: રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. જેમા સહકાર પેનલના જ્યોતિબેન ગિરીશભાઈ ભટ્ટને 290 મત મળ્યા છે. ત્યારે સહકાર પેનલના ઉમેદવાર જ્યોતિબેન ભટ્ટની જીત નિશ્ચિત છે. જોકે, મતગણતરી પૂર્ણ થયા બાદ 21 મી નવેમ્બરે સત્તાવર પરિણામ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચો: પાટણ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોતનો મામલો, આજે આરોપી 15 વિદ્યાર્થીઓને કોર્ટમાં કરાશે રજૂ

નોંધનીય છે કે, રાજકોટ નાગરિક બેન્ક ચૂંટણી મત ગણતરી ચાલી રહી છે. ત્યારે સહકાર પેનલના બંને મહિલા ઉમેદવારની જીત થઇ છે. જેમા કિર્તીદા જાદવ અને જ્યોતિબેન ભટ્ટની જીત થઇ છે. સહકાર પેનલના ઉમેદવાર જ્યોતિબેન ભટ્ટને 290 મત મળ્યા છે. તો કિર્તીદાબેન જાદવને 286 મત મળ્યા છે. મતગણતરી પૂર્ણ થયા બાદ 21 મી નવેમ્બરે પરિણામ જાહેર થશે. સહકાર પેનલની જીત નિશ્ચિત થતા બીજેપી આગેવાનોએ અભિનંદન પાઠવ્યા છે. આ સિવાય મેયર ,સ્ટેન્ડિંગ ચેરમેન ,શહેર બીજેપી પ્રમુખે રૂબરૂ અભિનંદન પાઠવ્યા છે. તેમજ નાગરિક બેંક ચૂંટણીમાં સહકાર પેનલે બીજેપી નેતાઓએ ખુલ્લું સમર્થન આપ્યું હતું.