December 29, 2024

સુરતના કામરેજમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Surat News: સુરતના કામરેજમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે. અસલીના નામે નકલીનો ખેલ જોવા મળ્યો છે. બ્રાન્ડેડ સુમુલ ઘીને ડુપ્લિકેટ કરવામાં આવતું હતું. માનસરોવર રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતો હતો આ પ્રકારનો વેપલો. પ્રવીણ હરખાણી નામનો ઈસમ આ પ્રકારનો વેપલો કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: નશામાં ધૂત યુવકે આધેડને ટક્કર મારી કાર ઘરમાં ઘૂસાડી, એકનું મોત

નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું
અસલ જીંદગી સામે નકલી ખેલ કરવામાં આવી રહ્યો છે. ખાવાની તમામ ચીજ વસ્તુઓમાં જાણે ભેળસેળ કરવામાં આવી રહી હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. આવો જ બનાવ સુરતમાં સામે આવ્યો છે. પ્રવીણ હરખાણી નામનો ઈસમ સુમુલ ઘીના નામે ડુપ્લિકેટ ઘી વેચી રહ્યો હતો. 38 ખાલી ટીન, 15 કિલોના ખાલી ડબ્બા જપ્ત કરવામાં આવ્યા. પેકીંગ કરવાનું મશીન સહિત કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.