November 19, 2024

સાંજના નાસ્તા માટે કોર્ન ચાટ એક બેસ્ટ ઓપ્શન, બનાવો આ રીતે

Corn Masala Chaat Recipe: સાંજના સમયે મોટા ભાગના લોકોને ભૂખ લાગતી હોય છે. આ સમયે તેઓ સમોસા કે પછી કચોરી કે કોઈ પણ એવું ફૂડ ખાઈ લેતા હોય છે કે જેના કારણે તેમના શરીરમાં નુકસાન થાય. ત્યારે અમે તમારા માટે એવી રેસીપી લઈને આવ્યા છે જેનાથી તમને ખાવામાં ટેસ્ટી પણ લાગશે અને તમારો વજન પણ નહીં વધે. આ સાથે તમે આ રેસીપીથી કોર્ન ચાટ બનાવો છો તો તમને એન્ટીઓક્સીડેન્ટ, લ્યુટીન અને ફાયટીક એસિડ મકાઈમાં હોય જે તમારા શરીરને ફાયદાકારક છે. આવો જાણીએ કે કેવી રીતે બનાવશો આ કોર્ન ચાટ.

કોર્ન ચાટ માટેની સામગ્રી
એક કપ સ્વીટ કોર્ન તમારે લેવાનો રહેશે. આ પછી તમારે એક ડુંગળી, એક ટામેટા, અડધો કપ ચીઝ, અડધી ચમચી ચાટ મસાલો અને એક ચમચી લીંબુનો રસ, થોડા દાડમના દાણા, અડધી ચમચી કાળા મરી પાવડર, કાળું મીઠું સ્વાદ મુજબ લેવાનું રહેશે.

કોર્ન ચાટ કેવી રીતે બનાવવી?

સ્ટેપ 1: પહેલા ગેસ ચાલુ કરવાનો રહેશે. આ પછી હવે ગેસ પર એક ઊંડો તવો મૂકવાનો રહેશે. તેમાં તમારે 2 ગ્લાસ પાણી ઉમેરવાનું રહેશે. હવે પાણીમાં મકાઈ ઉમેરી દો. તે બફાઈ ત્યાં સુધી તેને ઉકાળો અને તેને બફાવવા માટે તમે કૂકરનો ઉપયોગ પણ કરી શકો છો.

આ પણ વાંચો:  આ ફળ અને શાકભાજીની છાલ તમારા ચહેરા પર લાવશે ગ્લો

સ્ટેપ 2: હવે તમને લાગે કે તમારી મકાઈ બફાઈ ગઈ છે તો તેને એક વાસણમાં કાઢી લો. હવે તમે ડુંગળી અને ટામેટાને સમારી લો. હવે મકાઈને ઠંડી થવા રાખી દો. જ્યારે ઠંડી થઈ જાઈ પછી તમે તેમાં ડુંગળી અને ટામેટા ઉમેરી દો.

ત્રીજું પગલું: હવે તમારે એક મરચું અને ચીઝના નાના ટુકડા કાપવાાના રહેશે. હવે તેમાં તમે કાળા મરીનો પાઉડર અને દાડમને ઉમેરીને બરાબર મિક્સ કરી દો. તૈયાર છે હવે તેયાર છે તમારો કોર્ન ચાટ. આ રીતે બનાવીને તમે આનંદ માણી શકો છો. જેને તમે રોજ ખાશો તો પણ નુકસાન કોઈ નથી અને ફાયદો જ ફાયદો છે.