December 17, 2024

રૂપાલા વિવાદ મામલે મોડી રાત્રે યોજાઇ સંકલન સમિતીની બેઠક, જાણો શું મુક્યો પ્રસ્તાવ?

gandhinagar parshottam rupala controversial statement election commission clean chit

પરશોત્તમ રૂપાલા - ફાઇલ તસવીર

ગાંધીનગર: રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રુપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ યથાવત રહેતા મોડી રાત્રે સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. નોંધનીય છે કે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે આપેલા નિવેદનના કારણે મોટો વિવાદ ઉભો થયો હતો. વિવાદને કારણે ક્ષત્રિય સમાજ આંદોન કરવા ઉતરી આવ્યા છે તેને ડેમેજ કંટ્રોલ કરવા માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો હતો. મોડી રાત્રે મુખ્યમંત્રી નિવાસ્થાને સંકલન સમિતિની બેઠ યોજાઇ હતી. મોડી રાત્રે ચાલેલી આ બેઠક 2 કલાકથી વધુ સમય ચાલી હતી. જે બાદ સામે આવ્યું કે, ક્ષત્રિય સમાજે પરશોતમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તે એક જ પ્રસ્તાવ મુક્યો હતો.

મધરાત્રે પરશોત્તમ રૂપાલાએ કર્યું ટ્વિટ
એક બાજુ સંકલન સમિતિની બેઠ યોજાઇ હતી તો બીજી બાજુ મોડી રાત્રે પરશોત્તમ રૂપાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી. જેમાં પરશોત્તમ રૂપાલાએ લખ્યું કે ‘રાજકોટના હ્રદયમાં માત્ર ભાજપ છે. મોરબીના જનસંપર્ક દરમિયાન જનતા દ્વારા મળેલા ઈશ્વરીય સ્વાગત અને આશીર્વાદને કારણે ‘ફરી એકવાર મોદી સરકાર’નો સંકલ્પ સાકાર થઈ રહ્યો છે. આ જ પ્રેમ 4 જૂને 400ને પાર કરી જશે. આભાર મોરબી.’ ઉલ્લેખનીય છે કે, પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ લોકસભા બેઠક પરથી નામાંકન પત્ર ભરવાના છે.

ક્ષત્રિય સમાજ મોટુ મન રાખી માફ કરે: પાટીલ
અગાઉ થોડા દિવસ પહેલાં ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના નિવાસસ્થાને મહત્વની બેઠક મળી હતી. તે બેઠકમાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતા, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બલવંતસિંહ રાજપૂત, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરીદેવસિંહ, આઈ.કે.જાડેજા, જયરાજસિંહ, કિરીટસિંહ રાણા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર હાજર હતા. બેઠક પૂર્ણ થયા બાદ સી.આર.પાટીલ કહ્યું કે ક્ષત્રિય સમાજ મોટુ મન રાખી માફ કરે. તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજના નારાજ આગેવાનોને મનાવાનો પ્રયાસ કરાશે.