September 8, 2024

ગાંધીનગર કોર્પોરેશનમાં સમિતિની રચનાઓને લઈને શરૂ થયો વાદવિવાદ

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકામાં 7 સમિતિની રચના કરવા માટે રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી છે પરંતુ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે, ભાજપ દ્વારા કોર્પોરેટરમાં વધી રહેલા આંતરિક રોશની ઠારવા માટે 7 નહીં પરંતુ 10 સમિતિના ચેરમેન અને હોદ્દેદારોની જાહેરાત કરી દેવામાં આવી હતી. જોકે રાજ્ય સરકારમાંથી આગામી દિવસોમાં સત્તાવાર રીતે મંજૂરી આવશે. ત્યારબાદ, ગાંધીનગર મનપાના મેયર સમિતિના વિવિધ ચેરમેનોને જવાબદારી આપશે. પરંતુ હજુ સુધી સરકારમાંથી હકારાત્મક જવાબ આવ્યો નથી તે પહેલા જ નામો નક્કી ને જાહેર કરી દેવામાં આવતા ગાંધીનગર મનપાનો વાદવિવાદ સામે જોવા મળી રહ્યો છે.

ગાંધીનગર મન પાણી રચના થઈ ત્યારથી અત્યાર સુધીમાં મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનની નિમણૂક કરવામાં આવતી હતી અન્ય મહાનગરપાલિકાઓની જેમ અલગ અલગ સમિતિઓની રચના કરવામાં આવતી નહોતી પરંતુ આ વખતે કોર્પોરેશનમાં ભાજપમાં સૌથી વધારે 41 બેઠકો કર્યા બાદ કોર્પોરેટરોમાં સમિતિ બનાવવાનો પણ ઘણા શરૂ થયો હતો પરંતુ આ વખતની પ્રથમ પૂર્ણ થવાના છ મહિના અગાઉ સમિતિઓના મુદ્દાઓ હાથ ઉપર લેવામાં આવ્યા હતા અને જેટલી સમિતિઓ જેમણે સભામાં મંજૂર પણ કરવામાં આવી અને રાજ્ય સરકારને દરખાસ્ત માટે પણ મોકલી હતી જોકે સરકારમાંથી હજુ સુધી આ મામલે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે બીજી ટર્મમાં નવો નિયમ અને પદાધિકારીઓને બે વર્ષ સમય બાકી છે ત્યારે કોર્પોરેટરોમાં વધી રહેલા હોદ્દેદારોની યાદીમાં સામાન્ય સભામાં વિશે તરીકે લઈ લેવા માટે પરંતુ તેમના દ્વારા સરકારમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી આપી ન હતી.

જો કે ગાંધીનગર મનપામાં તાજેતરમાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં આ મામલે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો તેમ છતાંય સામાન્ય સભાના બીજા દિવસે ગાંધીનગર ભાજપ સંગઠન દ્રારા સમિતિના નામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. જેથી વાદ વિવાદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આ સમગ્ર મામલે ગાંધીનગર મેયર કશું કહેવાનો ઇનકાર કર્યો હતો તેમને કહ્યું હતું કે હાલ આ મુદે યોગ્ય નિર્ણય આવશે ત્યારે તમામ ને ખ્યાલ આવશે પરતું હાલ કશું કહેવું યોગ્ય નથી તો બીજી તરફ ગાંધીનગર ભાજપ સંગઠન નેતાઓ કે પ્રદેશ પ્રમુખ પણ આ મામલે કશું બોલવા ત્યાર થી પરતું ગાંધીનગર ભાજપમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ પણે જોવા મળી રહ્યો છે.