December 23, 2024

વિવાદીત IAS પૂજા ખેડકરની વ્હારે આવ્યા પિતા દિલીપ, કહ્યું – કંઈપણ ગેરકાયદેસર કામ નથી કર્યું

Mumbai: મહારાષ્ટ્રમાં પોતાના કાર્યોને કારણે ચર્ચામાં આવેલી IAS ઓફિસર પૂજા ખેડકરની નોકરી જોખમમાં છે અને તેમની બરતરફીની તલવાર લટકી રહી છે. તેમના પર IAS બનવા માટે નકલી વિકલાંગતા અને અન્ય પછાત વર્ગ (OBC) પ્રમાણપત્રો સબમિટ કરવાનો આરોપ છે. કેન્દ્ર સરકાર આ મામલે તપાસ કરી રહી છે. પૂજાના પિતાએ તેમની પુત્રીના બચાવમાં કહ્યું હતું કે તેણે કંઈપણ ગેરકાયદેસર કર્યું નથી.

નકલી સર્ટિફિકેટ દ્વારા IAS ઓફિસર બનનાર પૂજાના પિતાએ રવિવારે કહ્યું કે તેણે કંઈ ખોટું કે ગેરકાયદેસર કર્યું નથી. દિલીપ ખેડકરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો મર્યાદિત સંસાધનો ધરાવતો વ્યક્તિ 4 થી 5 એકર જમીનનો માલિક બની જાય છે અને મૂલ્યાંકનના આધારે તેની મિલકત કરોડો રૂપિયા આંકવામાં આવે છે તો તે કેવી રીતે ખોટું છે. “ક્રિમી લેયરનું નિર્ધારણ મિલકતના મૂલ્યાંકનને બદલે આવક પર આધારિત છે.”

લક્ઝરી કાર એક સંબંધીની હતીઃ પિતા દિલીપ
તેમની પુત્રીના બચાવમાં, તેમણે કહ્યું, “પૂજાએ સત્તાવાર કામ માટે ‘લક્ઝરી’ કારનો ઉપયોગ કર્યો કારણ કે તેની પાસે કોઈ સરકારી કાર ઉપલબ્ધ નહોતી. આ માટે તેણે પોતાના વરિષ્ઠોની પરવાનગી પણ માંગી હતી. આ કાર તેની નથી પરંતુ તેના કોઈ સંબંધીની છે. તેણે કારમાં લાલ બત્તી લગાવીને કોઈને છેતર્યા નથી. પૂજા 2022 બેચની મહારાષ્ટ્ર કેડરની IAS ઓફિસર છે. તેણે સિવિલ સર્વિસ પરીક્ષામાં ઓલ ઈન્ડિયા લેવલ પર 841મો રેન્ક મેળવ્યો હતો. ગયા વર્ષે જૂનમાં તેને પ્રોબેશનરી ઓફિસર તરીકે પુણે મોકલવામાં આવ્યો હતો.

પૂજાના પિતા દિલીપ ખેડકરે મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ કર્મચારી દાવો કર્યો હતો કે તે ખરેખર નોન-ક્રિમી લેયર કેટેગરીની છે. જો કે, ખેડકરે ગયા મહિને પુરી થયેલી લોકસભાની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું અને ચૂંટણી એફિડેવિટમાં 40 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

આ પણ વાંચો: મણિપુરના જીરીબામમાં આતંકવાદીઓનો હુમલો, 1 CRPF જવાન શહીદ; 1 પોલીસકર્મી ઘાયલ

યુવા આઈએએસ ઓફિસર પરના અનેક આરોપો પૈકી એક એવો છે કે જ્યારે એક વરિષ્ઠ અધિકારીએ પૂજાને તેની ઓફિસ તરીકે રૂમનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. ત્યારે તેણે પૂણેની ઓફિસમાં તે વરિષ્ઠ અધિકારીની નેમ પ્લેટ પણ કાઢી નાખી હતી. આ અંગે દિલીપ કહે છે, “પૂજાએ તેમના સિનિયર ઓફિસરની પરવાનગી લીધા બાદ જ તેમની કેબિનનો ઉપયોગ કર્યો હતો. શું એવું ક્યાંય લખ્યું છે કે યુવા ‘ઇન્ટર્ન’ IAS ઓફિસરને અલગ કેબિન ન આપવી જોઇએ? જો આવું લખવામાં આવશે તો હું નોકરીમાંથી રાજીનામું આપી દઈશ.

વિકલાંગતા સંબંધિત પ્રમાણપત્રોના દુરુપયોગના આરોપો અંગે સ્પષ્ટતા આપતા દિલીપ ખેડકરે જણાવ્યું હતું કે સરકાર એક ધોરણ નક્કી કરે છે જેથી કોઈની વિકલાંગતા નક્કી કરી શકાય. તેમની પુત્રી વિકલાંગતા સંબંધિત તમામ માપદંડોને પૂર્ણ કરે છે.

પૂજા તાજેતરમાં ત્યારે અચાનક ચર્ચામાં આવી હતી જ્યારે તેણીએ પુણેમાં પોસ્ટિંગ દરમિયાન અલગ ‘કેબિન’ અને ‘સ્ટાફ’ની માંગણી કરી હતી, આ કિસ્સામાં તેને પુણેથી વાશિમ જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. આટલું જ નહીં, તેના પર ક્રીમી લેયર (વાર્ષિક આવક રૂ. 8 લાખથી ઓછી) અને દૃષ્ટિહીન કેટેગરી હેઠળ સિવિલ સર્વિસિસની પરીક્ષા આપીને અને માનસિક બીમારીનું પ્રમાણપત્ર રજૂ કરીને IASમાં સ્થાન મેળવવાનો આરોપ હતો.