January 18, 2025

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનાં સતત મોત, જાણો રાજદૂતનો જવાબ

અમેરિકા: હાલમાં જ અમેરિકામાંથી સતત ભારતીય વિદ્યાર્થીઓના મોતના સમાચાર સામે આવ્યા હતા જે બાદ હવે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોત અને આ અકસ્માતોને રોકવા માટે અમેરિકી સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા પર ભારતમાં અમેરિકી રાજદૂત એરિક ગારસેટ્ટીએ જણાવ્યું હતું કે. અમે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની સંખ્યા શૂન્ય પર લાવવા માંગીએ છીએ.

આ વર્ષે અમેરિકામાં ઘણા ભારતીયો અને ભારતીય મૂળના વિદ્યાર્થીઓના મૃત્યુના અહેવાલો છે. તાજેતરમાં, 25 વર્ષીય વિવેક સૈનીને ડ્રગ એડિક્ટ કારણે મોત થયું હતું અને 27 વર્ષીય વેંકટરામન પિટ્ટલાનું બોટ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. 19 એપ્રિલના રોજ ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાતના ગુમ થવાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ ન્યૂયોર્કમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે 9 એપ્રિલે માહિતી આપી હતી કે અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાતનું અવસાન થયું છે.

રાજદૂતે શું કહ્યું
આના કારણે ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટ્ટીએ જણાવ્યું હતું કે “અમે દરેક વિદ્યાર્થી ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની ખૂબ કાળજી રાખીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકન કોલેજો પાસે ખૂબ સારા સંસાધનો છે પછી ભલે તે માનસિક સ્વાસ્થ્ય સંબંધિત હોય કે શારીરિક સ્વાસ્થ્ય સાથે. રાજદૂતે વધુમાં જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે ભારતથી અમેરિકા આવતા વિદ્યાર્થીઓ આ તમામ સંસાધનો વિશે જાણે. તેમણે કહ્યું કે હાલમાં અમેરિકામાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

ગારસેટ્ટીએ વધુમાં કહ્યું કે તેમની સાથે દુ:ખદ ઘટનાઓ બને છે. પરંતુ અમે તે સંખ્યાને શૂન્યની નજીક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, અમેરિકા અનુસાર વર્ષ 2021-2022 સુધીમાં 35 ટકાથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અમેરિકા આવ્યા હતા. ડેટા અનુસાર 2022-2023માં 2.6 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે અમેરિકા ગયા હતા.