November 22, 2024

શિયાળામાં આ 3 રીતે કાચા આમળાનું કરો સેવન

How To Consume Amla: મોટા ભાગના લોકો શિયાળામાં આમળાનું સેવન કરતા હોય છે. તમે કાચા આમળા સિવાય તેને અલગ અલગ રેસેપી બનાવીને તમે તેનું સેવન કરી શકો છો. આવો જાણીએ કે તેનું સેવન બીજી રીતે કેવી રીતે કરી શકો છો.

આમળાની ચટણી
કાચા આમળાની ચટણી બનાવીને તમે ખાઈ શકો છો. આમળાની ચટણી બનાવો અને તેને પરાઠા અને રોટલી સાથે ખાઓ. જે ખાવામાં ટેસ્ટી પણ લાગશે અને હેલ્થી પણ રહેશે. આ સાથે તમે આ ચટણીને તમારા ભોજનમાં પણ લઈ શકો છો.

આમળાનું શાક
જો તમે ખાલી કાચા આમળા ખાવા માંગતા નથી તો તમે આમળાનું શાક બનાવીને ખાઈ શકો છો. જે તમે નોર્મલ શાક બનાવીને ખાઈ શકો છો તે જ રીતે તમે શાક બનાવીને તેને આહારમાં લો. તમે આમળાને મેશ કરીને તેની કઢી પણ ભોજનમાં લઈ શકો છો.

આ પણ વાંચો:  શિયાળામાં આ રીતે સરળ રીતે બનાવો બાજરાના રોટલા, ફાટ્યા વગર બનશે એકદમ મસ્ત

આમળાનું અથાણું
આમળાનું અથાણું બનાવીને શિયાળામાં તમે ભોજન સાથે લઈ શકો છો. પરાઠા સાથે તમે અથાણાનું સેવન કરી શકો છે. તમે ઘરે પણ અથાણું બનાવીને ખાઈ શકો છો અને બજારમાંથી લઈને પણ તમે તેનું સેવન કરી શકો છો.