December 23, 2024

હાર્દિક પંડ્યા વિરુદ્ધ થયું હતું ષડયંત્ર? ખૂલ્યું રહસ્ય

Hardik Pandya IPL 2025: હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા વચ્ચેનો સંબંધ હવે પહેલા જેવો રહ્યો નથી. IPL 2023માં હાર્દિક પંડ્યાને ખુબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પંડ્યાને ટ્રોલ કરવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું.

મહત્વની માહિતી સામે આવી
મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં અત્યારે સારું ના ચાલી રહ્યું હોવાની વિગતો મળી રહી છે. આ વખતની સિઝનમાં IPL 2025માં ઘણા ફેરફાર કરવામાં આવી શકે છે. ખાસ કરીને મુંબઈની ટીમના કપ્તાનને લઈને ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તેના કપ્તાન બદલી શકે છે. રિપોર્ટ અનુસાર પાછલી સિઝનમાં પંડ્યા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. નેગેટિવ PR દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. આ કેસમાં રોહિત શર્માનું નામ પણ સામે આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

પંડ્યા વિરૂદ્ધ ષડયંત્ર કોણે ઘડ્યું હતું?
મુંબઈ ઈન્ડિયન્સમાં સચિન તેંડુલકરનો ઘણો દબદબો છે. આ દબદબો હજૂ પણ જોવા મળે છે. રોહિત અને સચિન બંને હાર્દિકને આગામી સિઝનમાં કપ્તાની સોંપવા માંગતા ના હોવાની વિગતો મળી રહી છે. પંડ્યા સામેના ષડયંત્રમાં રોહિતનું નામ પણ આવી રહ્યું છે. જોકે આ વાતમાં કેટલું સત્ય છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આ અંગે કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઈરફાન પઠાણે પંડ્યાને લઈને X પર એક પોસ્ટ પણ શેર કરી હતી. તેણે પંડ્યા વિશે નકારાત્મક વાતો શેર કરવામાં આવી છે.