December 19, 2024

આવતીકાલે મોરબીના દરબારગઢથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો થશે પ્રારંભ

ડેનિશ દવે, મોરબી: આવતીકાલે મોરબીના દરબારગઢ વિસ્તારથી કોંગ્રેસની ન્યાય યાત્રાનું પ્રસ્થાન થશે. જેમાં જીગ્નેશ મેવાણી, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા કોંગ્રેસ યુથ પ્રમુખ સહિતના આગેવાનો જોડાશે તેમજ મોરબી ઝૂલતાપુલ હોનારતના પીડિત પરિવારો આ યાત્રામાં જોડાશે. આ યાત્રા મોરબીથી પ્રસ્થાન થશે અને ગાંધીનગર જઈને રજુઆત કરશે.

આ યાત્રાનો મુખ્ય હેતુ ગુજરાતમાં છેલ્લા જે કાંડ થયાં છે જેમાં સુરત તક્ષશિલા કાંડ, બરોડા હરણી કાંડ, મોરબી ઝૂલતાપુલ કાંડ, રાજકોટ ટી.આર.પી કાંડના પીડિતોને ન્યાય મળે અને ભાજપના ભ્રષ્ટ નેતાઓ અધિકારોને સજા મળે તેવો હેતુ આ યાત્રાનો રહેશે.

આ પણ વાંચો: સામંથા સાથે લીધા છૂટાછેડા… હવે 3 વર્ષ બાદ નાગા ચૈતન્યએ આ અભિનેત્રી સાથે કરી સગાઈ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 9 ઓગસ્ટથી પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈ ન્યાય યાત્રા શરૂ થનાર છે. આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ થવાની છે અને સમગ્ર ગુજરાતમાં ફરવાની છે. ત્યારે આજ રોજ આ ન્યાય યાત્રામાં લોકોને જોડાવવા માટે જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ મોરબીની બજારોમાં ફરીને પેમ્પલેટ આપ્યા હતા અને લોકોને આ ન્યાય યાત્રામાં જોડાવવા અપીલ કરી હતી.