January 18, 2025

વાવ બેઠકના કોંગ્રેસના મહિલા ધારાસભ્ય Ganiben Thakor આજે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે

મલ્હાર વોરા, ગાંધીનગર: કોંગ્રેસ પક્ષના વાવ બેઠકના મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આજે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું છે. ગેનીબેન ઠાકોરે આજે બપોરેના સમયે વિધાનસભા અધ્યક્ષને મળીને પોતાનું રાજીનામું આપ્યું છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠા બેઠક પરથી જીત હાંસલ થતાં ગેનીબેન આજે તેમના ટેકેદારો સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પોતાનું રાજીનામુ આપ્યું છે.

નોંધનીય છે કે, તાજેતરમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે કોંગ્રેસ પક્ષે બનાસકાંઠા બેઠક પરથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા. જો કે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર બીજેપીનો વિજય થયો છે જેમાં એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત હાંસલ કરી છે. ગેની ઠાકોરે લોકસભાની બેઠક પર જીત હાંસલ કર્યા બાદ તેમણે 15 દિવસના ગાળામાં ધારાસભ્ય કે સાંસદ પદમાંથી કોઈ એક પદ પરથી રાજીનામુ આપવાનું હતું. જેથી ગેનીબેને ગુજરાત રાજ્યના વિધાનસભાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

ગેનીબેન આજે સવારે ગાંધીનગર ખાતે આવી ગયા હતા, પરતું તેમને તેમના ટેકેદારો સાથે અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી. વિધાનસભા અધ્યક્ષ બપોર બાદ વિધાનસભા ખાતે આવતા ગેનીબેન વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપવા માટે તેમના કાર્યલાય પહોંચ્યા હતા. ગેનીબેન રાજીનામુ આપ્યું ત્યારે તેમની સાથે કોંગ્રેસના તમામ ધારાસભ્ય હાજર રહ્યા હતા, આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ જોડે રહ્યા હતા. ગેનીબેન રાજીનામું આપ્યા બાદ જણાવ્યું હતું કે વાવ બેઠક પર પ્રજા ઈચ્છે તેવો ઉમેદવાર કોંગ્રેસ મેદાનમાં ઉતારશે. વાવ બેઠકમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપી શકે અને પ્રજાના કામ કરી શકે તેવો ઉમેદવાર મૂકવામાં આવશે, પરતું મને જે રીતે પ્રજાએ પ્રેમ આપ્યો છે. મતરૂપે તેનો આભાર વ્યક્ત કરતા ગેનીબેન જોવા મળ્યા હતા. આગમી દિવસોમાં લોકસભામાં પણ ગુજરાતના પ્રશ્નો અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને બનાસકાંઠાના પ્રશ્નો ગૃહમાં રજૂ કરીશ.