May 18, 2024

સુરતના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા ગુજરાતમાં રાજકારણ ગરમાયું

Lok Sabha Election 2024: સુરતમાં મોટા સમાચાર સામે આવ્યા છે. આખરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આજે સવારે નિલેશ કુંભાણી કલેક્ટર કચેરીમાં હાજર રહ્યા હતા. પરંતું ટેકેદાર ન પહોંચતા આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી પંચ દ્વારા રદ કરી દેવામાં આવ્યું છે. આથી હવે નિલેશ કુંભાણી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. તેમના સ્થાને કોંગ્રેસ પાર્ટી અન્ય ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે.

મળતી માહિતી અનુસાર સુરતમાં કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીનાં ફોર્મનાં વિવાદ વચ્ચે હવે ફોર્મ રદ કરવામાં આવ્યું છે.  કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યો છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. તેમજ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયા હાદ કોંગ્રેસ કાર્યાલયથી બેનરો અને ઝંડા ઉતરી ગયા છે. હજુ તો ઉમેદવારી ફોર્મ રદ થયું એ પહેલાં જ બેનરો અને ઝંડા પણ ગાયબ થઇ ગયા છે.

શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર મોટો આરોપ
નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થતા કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ પર મોટો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, નિલેશ કુંભાણીના ચારેય ટેકેદારો એક સાથે જ ગાયબ થઇ ગયા અને ચારેલ લોકોએ એક જ વ્યક્તિ પાસે નોટરી કરાવી તેવું શક્ય નથી. ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીનું હનન કર્યું છે. આજે દુનિયાની મીડિયા સામે ભારતની લોકશાહીની ઈજ્જત તાર-તાર થઇ રહી છે. જોકે ભલે કુંભાણીનું ફોર્મ રદ્દ થયું હોય પરંતુ ગુજરાતની જનતા એકના બદલામાં 11 ઉમેદવારોને જીતાડશે અને ગુજરાતની તમામ લોકસભા સીટો પર કોંગ્રેસને વધુ મત મળશે.

ગુજરાત હાઇકોર્ટ જવાની તૈયારી
સુરતનાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ લીગલ સેલનાં સભ્ય ઇલકાબ શેખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ કરવામાં આવશે તો ગુજરાત હાઇકોર્ટ જવાની તૈયારી છે. ફોર્મ રદ કરવામાં આવશે તો આર્ટિકલ 226 રિટ પિટિશન અરજી હાઇકોર્ટમાં કરાશે. જે પ્રમાણે ટેકેદારો ગાયબ જોવા મળી રહ્યા છે તેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયાસ કોપર્સની પણ અરજી માટે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફોર્મ રદ્દ થયા બાદ નિલેશ કુંભાણી અમદાવાદ આવવા માટે રવાના થઇ ગયા છે.

કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયા હાદ કોંગ્રેસ કાર્યાલયથી બેનરો અને ઝંડા ઉતરી ગયા છે. હજુ તો ઉમેદવારી ફોર્મ રદ થયું એ પહેલાં જ બેનરો અને ઝંડા પણ ગાયબ થઇ ગયા છે.

સુરતનાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી મામલે કોંગ્રેસ લીગલ સેલનાં સભ્ય ઇલકાબ શેખે નિવેદન આપતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસના ઉમેદવારોનું ફોર્મ રદ કરવામાં આવશે તો ગુજરાત હાઇકોર્ટ જવાની તૈયારી છે. ફોર્મ રદ કરવામાં આવશે તો આર્ટિકલ 226 રિટ પિટિશન અરજી હાઇકોર્ટમાં કરાશે. જે પ્રમાણે ટેકેદારો ગાયબ જોવા મળી રહ્યા છે તેને લઈને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયાસ કોપર્સની પણ અરજી માટે ડ્રાફ્ટ તૈયાર કરાયો છે.