December 29, 2024

ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન

Khyati Hospital Ahmedabad: ખ્યાતિ હોસ્પિટલની ઘટના અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. મનીષ દોશીએ કહ્યું કે આરોગ્ય કેમ્પમાં બોલાવી ચકાસણીના નામે ગ્રાહક બનાવવામાં આવી રહ્યા છે.

આરોપીઓને બચાવી લેવાયા
મનીષ દોશીએ કહ્યું અમરેલી-વિરમગામ અંધાપાકાંડના આરોપીઓને બચાવી લેવાયા હતા. તબીબી ક્ષેત્રમાં બનતી આવી ઘટનાઓમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવતી નથી. આરોગ્ય વિભાગને ટેન્ડર, દવા-સાધન ખરીદવામાં જ રસ છે. આરોગ્ય વિભાગને તબીબી સેવા સુધરે એમાં રસ જ નથી. મનીષ દોશીએ કહ્યું કે આ બાબતો સામે આવી હોવા છતાં આરોગ્ય માળખું સુધારવા આરોગ્ય વિભાગે કામગીરી કરી નહીં. અગાઉની ઘટનામાં સરકારે તબીબોને બચાવવાનું કામ કર્યું હતું.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલમાં બે ના મોતને લઈને ગેનીબેન ઠાકોરનું નિવેદન

ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું
આવતીકાલે વાવમાં ચૂંટણી છે. આ પહેલા ખ્યાતિ હોસ્પિટલને લઈને ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ગેનીબેને ભાજપ પર આક્ષેપ પણ કર્યો છે. ગેનીબેન કહ્યું કે સરકાર વહેલી તકે આ મામલે કાર્યવાહી કરવા માંગ કરીએ છીએ. ગેનીબેને તપાસની માંગ કરી છે. તમામ કોંગ્રેસના નેતાઓ એક બાદ એક નિવેદન આપી રહ્યા છે. જેમાં તેઓ ખાસ કરીને ભાજપ પર આક્ષેપ કરી રહ્યા છે.