કોંગ્રેસ આયુષ્માન ભારત પર રાજનીતી કરવાનું બંધ કરે, ખ્યાતિ હોસ્પિટલ મામલે શ્રદ્ધા રાજપૂતે આપ્યું નિવેદન

Ahmedabad: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોતનો મામલે બીજેપી પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે નિવેદન આપ્યું છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીને લઈને શ્રદ્ધા રાજપૂતે જણાવ્યું છે કે રાજ્ય સરકારની સંપૂર્ણ મશીનરી કાર્યરત છે. સમગ્ર મામલે તપાસ સોપીં દેવામાં આવી છે. વધુમાં શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે.
મળતી માહિતી અનુસાર અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલને શ્રદ્ધા રાજપુતે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, સમગ્ર મામલે સંડોવાયેલા જે પણ લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારની સંપૂર્ણ મશીનરી કાર્યરત છે. સમગ્ર મામલે તપાસ સોપીં દેવામાં આવી છે. વધુમાં શ્રદ્ધા રાજપૂતે કોંગ્રેસ પર પણ નિશાન સાધતા કહ્યું છે કે, કોંગ્રેસ આયુષ્માન ભારત પર રાજનીતી કરવાનું બંધ કરે.
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટો ખુલાસો, હોસ્પિટલને બચાવવા રાજકીય રસુખ વાળા માલિકે બાઉન્સર ઉતાર્યા
આ અંગે વધુમાં જણાવ્યું છે કે સમગ્ર મામલે સંડોવાયેલા જે પણ લોકો છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેની પણ બેદરકારી સામે આવશે તેમની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી આવી સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કડી તાલુકાના બોરીસણા ગામનો બનાવ છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી સારવાર રાખવામાં આવી હતી. જે બાદ ફ્રી સારવાર માટે અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલમાં જાણ કર્યા વગર 19 લોકોની એન્જિયોગ્રાફી કરી તેમને સ્ટેન્ડ મૂકી દેવામાં આવ્યા અને હાલ જેમાથી બે લોકોના મોત થતા ગામના લોકોમાં રોષ જોવા મળ્યો છે.