કોંગ્રેસની ન્યાય યાત્રા આજથી ગુજરાતમાં, 4 દિવસમાં 400 કિલોમીટર ફરશે
અમદાવાદઃ કોંગ્રેસની ન્યાય યાત્રા આજે ગુજરાત પહોંચવાની છે. ત્યારે આ દરમિયાન રાહુલ ગાંધી પાવાગઢ મંદિરે દર્શન કરવા જશે. કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતમાં 4 દિવસ 7 જિલ્લામાં 400 કિલોમીટરનો પ્રવાસ કરશે. યાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગ યોજાશે. ગરીબોને ન્યાય મળે તે સહિતના મુદ્દાઓ ભારત જોડો ન્યાય યાત્રામાં ઉઠાવવામાં આવશે. પંચમહાલના ગોધરાથી યાત્રા શરૂ થશે. પાવાગઢ દર્શન, જાંબુઘોડા, અલીપુરા બોડેલી સર્કલ, નસવાડી, કેવડિયા, નેત્રંગ ભરૂચ સહિતના વિસ્તારો આવરી લેવાશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખે રૂટનું નિરીક્ષણ કર્યુ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક નર્મદા જિલ્લામાં ભારત જોડો ન્યાય યાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. ભાજપના ઋષિકેશ પટેલ ના નિવેદન પર શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા શક્તિસિંહે કહ્યું કે, ભાજપ વાળા પોતાના છે તો અમારાને જોડવા શું કામ નીકળ્યા છે. આખું ભાજપ કોંગ્રેસયુક્ત થઈ ગયું છે. ભારત મુક્ત કોંગ્રેસ ક્યારેય નહીં થાય ગાંધીજી એ કહ્યું હતું ભારતની આત્મા કોંગ્રેસ છે. ઋષિકેશ ભાઈ તમારા ભાજપના મોદી-શાહને રંગા-બિલ્લા કહેતા હોય તમારા પ્રમુખનો ગુનાહિત ઇતિહાસ આખો કહેતા હોય તેમને ખેસ પહેરાવ્યો અને તેમના ખોળામાં બેસવાની શું કામ જરૂર પડે છે. ભાજપ ડરનો ડંડો બતાવે છે બીજી બાજુ લાલચ આપે છે.
ભાજપને કામના નામે મત મળે તેમ નથીઃ શક્તિસિંહ ગોહિલ
સલામ કરીશ લાખો કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી લાલચમાં જતા પણ નથી આંગળીના વેઢે ગણાય તેવા જાય તેનો કોઈ ફરક પડતો નથી. આખા કોંગ્રેસના ભાગદોડ મચી છે. કોંગ્રેસને સમર્થન આપવાની રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા માં જોડાવાની ભાજપને કામના નામે મત મળે એમ નથી ભાજપે કારનામા કર્યા છે એટલે કોંગ્રેસના ભરોસે એને તોડીને સારું થાય તેમ કરી રહ્યા છે.