December 24, 2024

કોંગ્રેસ નેતાએ સંજુ સેમસનને લઈને આપ્યું મોટું નિવેદન

T20 World Cup 2024: વર્ષ 2015માં સંજુ સેમસને ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. એ બાદ ઘણા ક્રિકેટ વર્લ્ડ કપ થયા છે. પરંતુ સંજુ સેમસનને રમવાની બાદમાં તક મળી ના હતી. T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં સંજુ સેમસનની પસંદગી બાદ કોંગ્રેસ નેતા શશિ થરૂરે એક મોટું નિવેદન આપ્યું છે.

સંજુની પસંદગી પર મોટું નિવેદન
સંજુને T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પંસદગી કરવામાં આવી છે. જેને લઈને કોંગ્રેસના એક નેતાએ સંજુની પસંદગી પર મોટું નિવેદન આપ્યું છે. શશિ થરૂરે કહ્યું કે જો સંજુ સેમસન હશે તો ભારતીય ટીમ આ વખતે ટી20 વર્લ્ડ કપ ચોક્કસપણે જીતશે. આ પહેલીવાર છે જ્યારે સંજુને વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયામાં પસંદ કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર કર્યું પોસ્ટ
ભારતીય ટીમમાં સંજુ સેમસનની પસંદગી થતાની સાથે ફેન્સમાં ભારે ખુશી જોવા મળી રહી છે. તે મેચમાં રિષભ પંતની સાથે બીજા વિકેટ કીપરની ભૂમિકા ભજવતો જોવા મળશે. જોકે તે પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવે છે કે નહીં તે હજૂ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. શશિ થરૂરે કહ્યું છે કે કેરળમાં તેમના લોકસભા મતવિસ્તાર તિરુવનંતપુરમનો આ વિકેટકીપર બેટ્સમેન પસંદગીનો લાયક હતો.

આ પણ વાંચો: ઈરફાન પઠાણે હાર્દિક પંડ્યાની કરી ટીકા તો વસીમ જાફરે કર્યા વખાણ

મતવિસ્તારનું પ્રતિનિધિત્વ
શશિ થરૂરે પોતાની પોસ્ટમાં જણાવ્યું કે T20 વર્લ્ડ કપ માટે એક શાનદાર ટીમ પસંદ કરવામાં આવી છે. હું BCCI સિલેક્શન કમિટીને અભિનંદન આપું છું. . હું ખુશ છું કે ક્રિકેટ વર્લ્ડ કપમાં મારા લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. કારણ કે સંજુ સેમસનને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. ગયા વર્ષમાં વલ્ડ કપમાં સંજુ સેમસન ટીમમાં હતો નહીં જેના કારણે તે વાતની પણ ટીકા કરી હતી.

IPLમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ
સંજુ સેમસન હાલમાં IPLમાં તેની ટીમ રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. રાજસ્થાનની ટીમ હાલ પ્લેઓફની ખુબ નજીક જોવા મળી રહી છે. સંજુની કેપ્ટનશીપમાં રાજસ્થાનની ટીમનું પ્રદર્શન ખુબ શાનદાર જોવા મળી રહ્યું છે. આઈપીએલ 2024માં તો સંજુ સેમસનનું પ્રદર્શન ખુબ જોરદાર જોવા મળ્યું છે. હવે જોવાનું રહ્યું કે વર્લ્ડ કપમાં કેવું પ્રદર્શન કરે છે. તે અત્યાર સુધી માત્ર 25 T20 ઈન્ટરનેશનલ મેચ રમી શક્યો છે. આમાં તેના નામે 374 રન છે.