July 8, 2024

Hathras Accident: રાહુલ ગાંધી હાથરસમાં પીડિતોના ઘરે પહોંચ્યા

Hathras Accident: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આજે હાથરસ નાસભાગમાં જીવ ગુમાવનારા પીડિતોના ઘરે પહોંચ્યા હતા. રાહુલે મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી. રાહુલ ગાંધી આજે દિલ્હીથી રોડ માર્ગે સવારે લગભગ 7 વાગે અલીગઢના પીલખાના પહોંચ્યા હતા. જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને મળ્યા બાદ ત્યાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે.

એસઓજીની ટીમો તૈનાત
હાથરસ નાસભાગ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં આ કેસમાં 6 સેવાદારની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાના મુખ્ય આયોજક-મુખ્ય સેવકની ધરપકડ કરવા માટે 1 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરાઈ છે. આરોપીઓની ઓળખ અને ધરપકડ કરવા માટે ઝોન સ્તરે તમામ જિલ્લાઓમાં એસઓજીની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: હાથરસ જવાની તૈયારીમાં રાહુલ ગાંધી, પીડિતોને પણ મળશે

પીડિતોને મળવાની તૈયારી
હાથરસમાં નારાયણ સાકાર હરિ ઉર્ફે સૂરજપાલ સિંહ નામના વ્યક્તિના સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં 123 લોકોના મોત થયા છે. અખિલેશ યાદવે આ અકસ્માત પર યોગી સરકારને ઘેરી છે અને કહ્યું છે કે તે જવાબદારીથી ભાગી શકે નહીં. રાહુલે કહ્યું કે મણિપુરના મુદ્દે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી આખો દેશ આ મુદ્દે તેમના નિવેદનની રાહ જોઈ રહ્યો હતો.