December 17, 2024

બેંક ખાતાઓ પર IT વિભાગની કાર્યવાહી પર સ્ટે આપવાની અરજી ફગાવી

નવી દિલ્હી: કોંગ્રેસને ઈન્કમ ટેક્સ એપેલેટ ઓથોરિટી (ITAT) તરફથી ઝટકો લાગ્યો છે, કારણ કે ITATએ શુક્રવારે કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે, જેમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાના બેંક ખાતાઓ પર આવકવેરા વિભાગની કાર્યવાહી પર રોક લગાવવાની માંગ કરી હતી. નોંધનીય છે કે આવકવેરા વિભાગે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે જોડાયેલા ચાર બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા અને આવકવેરા વિભાગે રૂ. 210 કરોડની રિકવરી માંગી છે, એટલે કે કોંગ્રેસે આ રકમ પેનલ્ટી તરીકે આવકવેરા વિભાગને ચૂકવવી પડશે. બીજી બાજુ પાર્ટીએ આની સામે ઓથોરિટી સમક્ષ અપીલ કરી હતી, પરંતુ આ અપીલ ફગાવી દેવામાં આવી છે.

શું હતી કોંગ્રેસની માંગ?
કોંગ્રેસના વરિષ્ઠ વકીલ વિવેક ટંખાએ આદેશને 10 દિવસ માટે સ્થગિત રાખવા વિનંતી કરી હતી.જેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Indian National Congress) હાઈકોર્ટનો દરવાજો ખટખટાવી શકે.જોકે, બેન્ચે તેને ફગાવી દેતાં કહ્યું હતું કે અમારી સમક્ષ આવી કોઈ જોગવાઈ નથી. બીજી બાજુ વિવેક ટંખાએ દલીલ કરી હતી કે આઇટીના દાવાથી વિપરીત છું, રાજકીય પક્ષ ફંડ માટે મર્યાદિત છે કારણ કે તેને ચૂંટણી માટે ફંડની જરૂર છે. વધુમાં ઉમેર્યું કે જો પાર્ટી આગામી ચૂંટણીમાં માત્ર 350 સીટો પર જ ચૂંટણી લડે તો પણ તેને દરેક ઉમેદવારનો 50 ટકા ખર્ચ ઉઠાવવો પડી શકે તેમ છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 મુજબ, એક ઉમેદવાર લોકસભા ચૂંટણીમાં 95 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકે છે.

શું છે મામલો?
નોંધનીય છે કે આ સમગ્ર મામલો 2018-2019ના આવકવેરા રિટર્ન સાથે સંબંધિત છે. આવકવેરા વિભાગે કોંગ્રેસ પાસેથી દંડ તરીકે રૂ. 210 કરોડની વસૂલાતની માંગ કરી છે. આ એક્શનના બે કારણો છે. જેનું કારણ એ છે કે ડિપાર્ટમેન્ટ દ્વારા 31 ડિસેમ્બર 2019ના રોજ નિર્ધારિત તારીખથી 40-45 દિવસ મોડું રિટર્ન સબમિટ કરવામાં આવ્યું હતું. આ સિવાય 2018-19 ચૂંટણીનું વર્ષ હતું.જેમાં કોંગ્રેસે રૂ. 199 કરોડનો ખર્ચ કર્યો હતો. તેમાંથી 14 લાખ 40 હજાર રૂપિયા કોંગ્રેસના સાંસદો અને ધારાસભ્યોએ તેમના પગારના ભાગરૂપે જમા કરાવ્યા હતા.આ પૈસા રોકડમાં જમા કરાવ્યા હતા. જેના કારણે આવકવેરા વિભાગે કોંગ્રેસ પર 210 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે.