કોંગ્રેસે ભારત જોડો ન્યાય યાત્રાનો લોગો જાહેર કર્યો, જાણો તેની ખાસિયતો
કોંગ્રેસે આજે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળનારી ભારત ન્યાય યાત્રાની વિગતો જાહેર કરી છે. જેના લોગોમાં બે ભાગ છે જેના પર લખ્યું છે “ભારત જોડો ન્યાય યાત્રા, ન્યાય કા હક મિલને તક”. એક ભાગમાં ‘ભારત જોડો નયા યાત્રા’ લખેલું છે જે તિરંગાના રંગોમાં શણગારેલું છે. જ્યારે બીજા ભાગમાં, “ન્યાય કા હક” વાદળી રંગમાં અને “ન્યાય કા હક મિલને તક” કાળા રંગમાં રાખવામાં આવ્યું છે.આ યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે
લોગોના લોન્ચિંગ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થશે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીના નેતૃત્વમાં, અમે 14 જાન્યુઆરીથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ શરૂ કરી રહ્યા છીએ. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ પર ચલાવવામાં આવી રહી છે.
राहुल गांधी जी के नेतृत्व में हम 14 जनवरी से 'भारत जोड़ो न्याय यात्रा' शुरू कर रहे हैं।
'भारत जोड़ो न्याय यात्रा' देश के सामाजिक, आर्थिक, राजनीतिक और बुनियादी मुद्दों को लेकर निकाली जा रही है।
: कांग्रेस अध्यक्ष श्री @kharge pic.twitter.com/HAb20nHlBW
— Congress (@INCIndia) January 6, 2024
કોંગ્રેસે પણ તેના સત્તાવાર X એકાઉન્ટ પર ટ્વિટ કરીને તેના લોન્ચ વિશે માહિતી આપી હતી. પાર્ટીએ લખ્યું કે, આજે કોંગ્રેસ અધ્યક્ષે દિલ્હીમાં AICC હેડક્વાર્ટરમાં ‘ભારત જોડો ન્યાય યાત્રા’નો લોગો લોન્ચ કર્યો. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશવાસીઓને આર્થિક, સામાજિક અને રાજકીય ન્યાય અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.”
આ પણ વાંચો : ઉત્તર અને પૂર્વ ભારતમાં કોલ્ડ-ડે અને સિવિયર કોલ્ડ-ડેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું !
મણિપુરથી શરૂ થશે યાત્રા
ખડગેએ કહ્યું કે, કોંગ્રેસની આ યાત્રા હિંસાગ્રસ્ત મણિપુરની રાજધાની ઈમ્ફાલથી શરૂ થશે. આ પદયાત્રાનો કુલ રૂટ 6700 કિલોમીટર લાંબો હશે. તેમણે કહ્યું કે, આ 66 દિવસની યાત્રા હશે અને રાહુલ ગાંધી જનતાને દિવસમાં બે વાર સંબોધિત કરશે. પીએમ મોદી પર નિશાન સાધતા ખડગેએ કહ્યું, મણિપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની અને બનતી રહી. પણ રાત-દિવસ મોદીજી ક્યારેક દરિયામાં જઈને કે સ્વિમિંગ કરીને ફોટો સેશન કરે છે, ક્યારેક મંદિરોનું નિર્માણ કરે છે, ત્યાં જઈને ફોટા પડાવે છે, ક્યારેક કેરળમાં જઈને ફોટો પાડે છે તો ક્યારેક બોમ્બે જઈને ફોટા પડાવે છે. વધુમાં ખડગેએ કહ્યું કે, પીએમ મોદી દરેક જગ્યાએ જાય છે અને તેમના નવા કપડા પહેરીને ફોટો પડાવે છે… આ મહાન વ્યક્તિ મણિપુર કેમ ન ગયો જ્યાં લોકો મરી રહ્યા છે. જ્યાં મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, જ્યાં લોકો ઠંડીમાં મરી રહ્યા છે. તમે ત્યાં તેમની ખબર-અંતર પૂછવા કેમ નથી જઈ રહ્યા ? શું તે દેશનો ભાગ નથી ? તમે લક્ષદ્વીપ જાઓ અને પાણીમાં રહો, શું તમે મણિપુર જઈને લોકોને સમજાવી શકતા નથી ?
યાત્રા ક્યાંથી પસાર થશે ?
મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે આ યાત્રા મણિપુર, ઈમ્ફાલથી શરૂ થશે અને દેશના 15 રાજ્યોમાંથી નાગાલેન્ડ, આસામ, અરુણાચલ થઈને પસાર થશે અને અંતે મુંબઈ પહોંચશે. 110 જિલ્લામાંથી પસાર થતી આ યાત્રા લોકસભાની 100 અને વિધાનસભાની 337 બેઠકોને આવરી લેશે. લગભગ 6700 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ યાત્રા મુંબઈમાં પૂરી થશે. તેમણે કહ્યું કે, ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દેશના સામાજિક, આર્થિક, રાજકીય અને મૂળભૂત મુદ્દાઓ પર ચલાવવામાં આવી રહી છે.
મહાગઠબંધનના નેતાઓને પણ આમંત્રણ મળશે
કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે, આ યાત્રા અંતર્ગત યુપીમાં 1000 કિલોમીટરના સૌથી લાંબા રૂટને આવરી લેવામાં આવશે. પશ્ચિમ બંગાળના 7 જિલ્લામાં 523 કિલોમીટરની યાત્રા થશે, જે 5 દિવસ સુધી ચાલશે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પહેલા જ કહ્યું હતું કે, આ યાત્રામાં વિપક્ષી ગઠબંધન INDIAના તમામ નેતાઓને બોલાવવામાં આવશે. તેમણે કહ્યું કે માર્ચમાં 15 રાજ્યોના કુલ 110 જિલ્લાઓને આવરી લેવામાં આવશે.