કોંગોમાં બોટ પર આગ લાગી પછી પલટી, 143 લોકોના થયા મોત

Congo Boat Capsized: કોંગોમાં ઇંધણ ભરેલી એક બોટ પલટી જતાં ઓછામાં ઓછા 143 લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. 12 લોકો એવા છે કે જેઓ મળી રહ્યા નથી. એક અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે ઉત્તરપશ્ચિમ ડીઆરસીમાં કોંગો નદી પર લાકડાની હોડીમાં સેંકડો મુસાફરો સવાર હતા. તે દરમિયાન બોટમાં આગ લાગી હતી. આ અકસ્માત ઇક્વેટુર પ્રાંતની રાજધાની મ્બાન્ડાકા નજીક અને કોંગો નદીના સંગમ પર થયો હતો. તમને જણાવી દઈએ કે કોંગો વિશ્વની સૌથી ઊંડી નદી છે.
આ પણ વાંચો: IPL 2025: એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCBએ નોંધાવ્યો શરમજનક રેકોર્ડ, દિલ્હીની ટીમને પણ છોડી પાછળ
143 લોકો માર્યા ગયા
કોંગોમાં મોટી દુર્ઘટના થઈ છે. જેમાં બોટ પલટી જતા 143 લોકો માર્યા ગયા હતા. એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે એક મહિલાએ ખોરાક રાંધવા માટે કોલસો સળગાવ્યો હતો. તે તણખા નજીકમાં રાખેલા બળતણમાં ગઈ. તેના કારણે વિસ્ફોટ થયો જેણે આખી હોડીને લપેટમાં લઈ લીધી. જેના કારણે 143 લોકો મોતને ભેટ્યા હતા. 12 એવા લોકો છે કે જે હાલ મળી રહ્યા નથી.