January 5, 2025

Suraj Revanna Sexual Abuse: JDS નેતા સૂરજ રેવન્નાને મળ્યા શરતી જામીન

Suraj Revanna Sexual Abuse: યૌન શોષણ કેસમાં ફસાયેલા પ્રજ્જવલ રેવન્ના અને જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા સૂરજ રેવન્નાના ભાઈ પ્રજ્જવલ રેવન્નાને બેંગ્લોરની કોર્ટમાંથી શરતી જામીન મળ્યા છે. નોંધનીય છે કે, સૂરજ રેવન્ના પર જેડીએસ કાર્યકરના અકુદરતી યૌન શોષણનો આરોપ છે. સૂરજ રેવન્નાની 23 જૂને ધરપકડ કરવામાં આવી હતી. સૂરજ રેવન્ના સામે ભારતીય દંડ સંહિતાની જુદી જુદી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પાર્ટીના પુરુષ કાર્યકર્તાના જાતીય શોષણનો આરોપ
ઉલ્લેખનીય છે કે, સૂરજ રેવન્ના વિરુદ્ધ 27 વર્ષીય વ્યક્તિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સૂરજ રેવન્નાએ 16 જૂનના રોજ ફરિયાદી સાથે તેના ઘનીકાડા સ્થિત ફાર્મહાઉસમાં અકુદરતી રીતે જાતીય શોષણ કર્યું હતું. ફરિયાદના આધારે, હોલેનારસીપુરા પોલીસે સૂરજ રેવન્ના સામે આઈપીસી કલમ 377 (અકુદરતી અપરાધ), 342 (ખોટી રીતે કેદ) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ કેસ નોંધ્યો હતો.

સૂરજે પોતાના પર લાગેલા આરોપોને નકારી કાઢ્યા હતા
સૂરજ રેવન્ના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાના પૌત્ર અને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીના ભત્રીજા છે. તેણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. સૂરજે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ફરિયાદીએ તેમની પાસેથી 5 કરોડ રૂપિયા પડાવવા માટે ખોટી ફરિયાદ નોંધાવી હતી. સૂરજ રેવન્નાના નજીકના સહયોગી શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે પાર્ટીના કાર્યકર દ્વારા સૂરજ રેવન્ના સામે જાતીય સતામણીનો ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.