November 8, 2024

Paytmને વધુ એક ઝટકો, કંપનીના પ્રેસિડેન્ટ ભાવેશ ગુપ્તાએ આપ્યું રાજીનામું

Bhavesh Gupta: ભારતીય રિઝર્વ બેંક દ્વારા Paytm પેમેન્ટ્સ બેંક પર લાદવામાં આવેલા પ્રતિબંધ બાદ Paytmની મુશ્કેલી વધી રહી છે. ટોચના મેનેજમેન્ટના અનેક રાજીનામાનો સામનો કરનાર Paytmને હવે વધુ એક આંચકો લાગ્યો છે. કંપનીના COO અને પ્રમુખ ભાવેશ ગુપ્તાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાવેશ ગુપ્તા 31 મેના રોજ પોતાનું પદ છોડી દેશે. તેમનું રાજીનામું કંપનીએ સ્વીકારી લીધું છે. ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપનીને તેના ત્રિમાસિક પરિણામો જાહેર કરતા પહેલા જ આ ખરાબ સમાચાર મળ્યા છે.

અંગત કારણોસર રાજીનામું આપ્યું
કંપનીએ શનિવારે રેગ્યુલેટરી ફાઇલિંગ દ્વારા ભાવેશ ગુપ્તાના રાજીનામાની માહિતી આપી છે. ફાઇલિંગ અનુસાર ભાવેશ ગુપ્તાએ એક પત્ર દ્વારા પોતાના નિર્ણયની જાણકારી આપી છે. તેમણે કહ્યું છે કે, તે અંગત કારણોસર પોતાનું પદ છોડી રહ્યો છે. તે પોતાની કારકિર્દીમાંથી બ્રેક લેવા માંગે છે. જોકે, કંપની છોડ્યા પછી પણ તે Paytmની મદદ માટે હંમેશા ઉપલબ્ધ રહેશે. તેમણે Paytmના ઉજ્જવળ ભવિષ્ય વિશે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Paytmના ત્રિમાસિક પરિણામો ટૂંક સમયમાં આવી રહ્યા છે
Paytmના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો ટૂંક સમયમાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે Paytm પેમેન્ટ્સ બેંક સામે લેવામાં આવેલી કાર્યવાહીની પ્રતિકૂળ અસર આ પરિણામો પર સ્પષ્ટપણે દેખાશે. આ કાર્યવાહીથી પેટીએમને મોટું નુકસાન થયું છે.

આ પણ વાંચો: Lok Sabha Election: ગુજરાતમાં આવતીકાલ સાંજથી પ્રચાર પડઘમ થશે શાંત

કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ કહ્યું કે, અમે ભાવેશ ગુપ્તાનો આભાર માનીએ છીએ. તેમના નેતૃત્વમાં કંપનીએ લાંબી મુસાફરી કરી. હવે સમય આવી ગયો છે કે Paytm ને મ્યુચ્યુઅલ ફંડ અને વેલ્થ મેનેજમેન્ટ તરફ લઈ જવામાં આવે. કંપની નવા પ્લાન તૈયાર કરી રહી છે. Paytm Money ના CEO રાકેશ સિંહે કહ્યું કે, અમે દેશના ટોચના બ્રોકર્સમાં અમારું સ્થાન જોવા માંગીએ છીએ.