July 6, 2024

કોમર્શિયલ વ્હિકલ્સનો સેલ્સ ડેટા જાહેર, જાણો કોણે 1 નંબર પર બાજી મારી

Commercial Vehicle Sales 2024: દેશમાં ઘણી મોટી કંપનીઓ કોમર્શિયલ વાહનો બનાવે છે. જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, વીએસટી ટીલર્સનો સમાવેશ થાય છે. આ કંપનીઓ સિવાય પણ મોટી બીજી કંપનીઓ જેમાં ટાટા મોટર્સ પણ કોમર્શિયલ વાહનો બનાવે છે. જૂન મહિનો પુર્ણ થઈ ગયો છે. ત્યારે કોમર્શિયલ વ્હિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હવે ઓટો વેચાણના આંકડા જાહેર કર્યા છે.

અશોક લેલેન્ડનું પ્રદર્શન કેવું રહ્યું?
કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમાણે અશોક લેલેન્ડનું કુલ વેચાણ 14,940 યુનિટ્સ રહ્યું હતું. કુલ વેચાણ 1.8% ઘટીને 14,940 યુનિટ્સ અને સ્થાનિક વેચાણમાં ઘટાડો થઈને 0.7% ઘટીને 14,261 યુનિટ્સ (YoY) થયું છે. નિકાસમાં પણ ઘટાડો થયો છે. જેમાં જૂનમાં નિકાસ 21% ઘટીને 679 યુનિટ થયું છે. કુલ M&HCV વેચાણ 4% ઘટીને 9519 યુનિટ્સ (YoY) અને સ્થાનિક M&HCV વેચાણ 2% ઘટીને 9052 યુનિટ્સ થયું છે.

આઇશર મોટર્સ સેલ્સ
આઇશર મોટર્સના વેચાણ વિશે વાત કરીએ તો સ્થાનિક વેચાણ 9.8% વધીને 6893 યુનિટ થઈ ગયું છે. VECV વેચાણ 7424 યુનિટ્સ (7040 નો અંદાજ) અને VECV વેચાણ 10.6% વધીને 7424 યુનિટ્સ (YoY) થયું છે. કુલ નિકાસ 68.4% વધીને 421 યુનિટ (YoY) થઈ છે. M&M ના વેચાણ ડેટાની વાત કરવામાં આવે તો કંપનીનું કુલ ટ્રેક્ટર વેચાણ 47,319 યુનિટ રહ્યું હતું. જેમાં ટ્રેક્ટરનું કુલ વેચાણ 44,478 થી વધીને 47,319 યુનિટ્સ થયું છે.

આ પણ વાંચો: પાણી ભરાયાં હોય ત્યાં કારમાં જવાનું થાય તો આટલી કાળજી રાખવી અનિવાર્ય

SML Isuzu અને VST Tillers ના આંકડા
જો આપણે SML Isuzu ના વેચાણના આંકડા પર નજર કરવામાં આવે તો જૂન મહિનામાં વેચાણ 37.9% વધ્યું છે. 37.9% વધીને 1764 યુનિટ (YoY) થયું. છે. ટાટા મોટર્સના વેચાણના આંકડાની વાત કરવામાં આવે તો  સ્થાનિક વેચાણમાં 8 ટકાનો ઘટાડો થયો છે. કુલ સ્થાનિક વેચાણમાં 8 ટકાનો ઘટાડો થયો છે. કંપનીએ જૂન 2024માં 74,147 યુનિટ વેચ્યા છે. જ્યારે જૂન 2023માં 80,383 યુનિટ વેચાયા હતા.