January 24, 2025

દેવભૂમિ દ્વારકા : ટ્રાફિક પોલીસની કાબિલે તારીફ કામગીરી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેરનાર લોકોને ગુલાબ આપીને અભિવાદન આપ્યું હતું. તો બીજી તરફ જે લોકોએ હેલ્મેટ નહોતો પહેર્યો તેમને દંડના બદલામાં હેલ્મેટ આપ્યા હતા.

દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ટોલપ્લાઝા પાસે આજે ટ્રાફિક પોલીસ લોકોને તેમની સુરક્ષા માટે જાગૃત કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરૂ હતી. જેમાં પોલીસે જે વાહન ચાલકો હેલ્મેટ પહેરીને વ્હીકલ ચલાવી રહ્યા હતા. તેમને ગુલાબનું ફુલ આપી અભિવાદન કરી રહ્યા હતા. તેની બીજી તરફ જે લોકો હેલ્મેટ પહેર્યા વિની વ્હીકલ ચલાવતા હતા. તેમને નિયમોના ભંગ બદલ રૂ 500નો દંડ કરવામાં આવ્યો હતો. આ દંડના બદલામાં પોલીસ ચાલકોને હેલ્મેટ આપ્યા હતા. મહત્વનું છેકે, ટ્રાફિક પોલીસની વાહન ચાલકોની સુરક્ષાને લઈને કરવામાં આવેલી આ અનોખી પહેલ કાબિલે તારીફ ભરી કામગીરી છે.