કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ; વિવાદ છતાં ટિકિટો સોલ્ડ આઉટ થઈ હતી

Samay Raina: વિવાદાસ્પદ કોમેડિયન સમય રૈનાના ગુજરાતના તમામ શો રદ કરી દેવામાં આવ્યા છે. કોમેડી શોમાં અશ્લીલતા ફેલાવવા મુદ્દે સમય રૈના સામે મુંબઈમાં FIR નોંધવામાં આવી છે. ત્યારે આ મામલે હાલ સમગ્ર દેશમાં વિવાદ ફેલાયો છે તેમ છતાં અમદાવાદ, સુરત, વડોદરામાં યોજાનાર શોની તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી. જોકે ઇન્ડિયા ગોટ લેટેન્ટ શોમાં થયેલા વિવાદ બાદ ગુજરાતમાં યોજાનાર સમય રૈનાનો શો રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં વિવાદ થયો
સ્ટેન્ડઅપ કોમેડિયન શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટને સમય રૈના હોસ્ટ કરે છે. તેમડ શોને યુટ્યુબ પર સ્ટ્રીમ કરવામાં આવે છે. તાજેતરમાં સ્ટ્રીમ થયેલા તેના એપિસોડમાં રણવીર અલ્હાબાદિયા, આશીષ ચંચલાની અને અપૂર્વા મખીજાએ હાજરી આપી હતી. શોમાં એક કંટેસ્ટન્ટને તેના પ્રદર્શન બાદ રણવીર અલ્હાબાદિયાએ પેરેન્ટ્સને લઇને આપત્તિજનક સવાલ પૂછ્યો હતો જેના પર વિવાદ ઉભો થયો હતો. રણવીર એક ફિમેલ કંટેસ્ટન્ટને અશોભનીય ઓફર પણ આપે છે. આટલું જ નહીં, શોના મહિલા જ્યુરી અપૂર્વા મખીજા પણ અશ્લીલ કોમેન્ટ કરે છે. સોશિયલ મીડિયા પર શોના વીડિયોને શેર કરતા લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના શોના વીડિયો સામે આવ્યા બાદ શોની સાથે સાથે તેની જ્યુરી પણ વિવાદમાં આવી ગઇ છે.