NAAC એક્રિડેશન વિનાની કોલેજો એક્રીડેક કરાશે, સિસ્ટમમાં થઈ રહ્યો છે સુધાર
અમદાવાદ: રાજ્યના અને દેશના ઉચ્ચ શિક્ષણને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. દેશની 58 હજાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી 80 ટકા NAAC એક્રિડેશન વિનાની છે જેમાં સંસ્થાઓ એક્રીડેક થાય તે માટે સિસ્ટમ બદલવામાં આવી રહી છે જે આગામી સપ્ટેમ્બર થી લાગુ થશે.
ગુજરાત યુનિવર્સિટીમાં આજે પશ્ચિમ ઝોનની NAAC માટેનો વર્કશોપ યોજાયો હતો જેમાં NAAC ના ડાયરેકટર હાજર રહ્યા હતા. દેશભરની યુનિવર્સિટીના અલગ અલગ પ્રતિનિધિઓ આજના વર્કશોપમાં હાજર રહ્યા હતા. NAAC ના ડાયરેકટર ડૉ. ગણેશન કાનનાબિરને જણાવ્યું હતું કે સંસ્થાઓ NAAC નું એક્રીડેશન કરાવતા યુનિવર્સિટી ડરે છે કારણ કે ગ્રેડ નીચો આવે તેઓ ભય રહેલો હોય છે. જેથી સપ્ટેમ્બરથી નેકના એક્રેડેશન માટેની પ્રક્રિયા બદલવામાં આવવાની છે જે સરળ રહેશે.
NAAC એક્રીડેશન માટે અગાઉ ગ્રેડીગ સિસ્ટમ ચાલુ હતી. જે હવે બંધ કરવામાં આવી છે. તેની જગ્યાએ માત્ર NAAC એક્રીડેશન અથવા તો નોન એક્રીડીએટનો દરજ્જો સંસ્થાને આપવામાં આવશે. NAACના એક્રીડેશન માટે હવે કોઈ સુપરવિઝન કરવામાં નહીં આવે પરંતુ સંસ્થાના ડોક્યુમેન્ટના આધારે એક્રીડીએશન આપવામાં આવશે. સંસ્થાના ડોક્યુમેન્ટમાં કોઈ ખોટ જણાશે તો સંસ્થાને નોંધ એક્રીડીએટની કેટેગરીમાં મૂકવામાં આવશે.
અગાઉ NAAC માટે 7 માપદંડ હતા જેમાં કરીક્યુલમ, ટિચિંગ એન્ડ લર્નિંગ ઇવેલ્યુએશન, રિસર્ચ કન્સલ્ટન્સી એન્ડ એક્સટેન્શન, ઇન્ફ્રાસ્ટ્રકચર એન્ડ લર્નિંગ રિસોર્સીસ, સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેસ, ગવર્નન્સ, લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ, ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ હતા જ્યારે હવે 10 માપદંડ રાખવામાં આવ્યા છે જેમાં કરિક્યુલમ, ફેકલ્ટી રિસોર્સિસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લર્નિંગ એન્ડ ટીચિંગ, સ્ટુડન્ટ આઉટ કમ, રિસર્ચ એન્ડ ઇનોવેશન, ગવર્નન્સ એન્ડ એડમિનિસ્ટ્રેશન, ગ્રીનરી, એક્સટેન્ડેડ કરીકયુલમ, ફાઇનાન્સિયલ રિસોર્સ મેનેજમેન્ટ છે.
આ અંગે NAAC ના ડાયરેકટર ન્યૂઝ કેપિટલ સાથે ની વાતચીતમાં જણાવ્યું હતું કે સંસ્થાઓ NAAC ના એક્રીડીએશન માટે સંસ્થાઓમાં ડર હતો જેથી પ્રક્રિયા સરળ કરવામાં આવી છે. નવી શિક્ષણનીતિ મુજબ A, B, C ગ્રેડ નહિ પરંતુ હવે 1 થી 5 નંબર સુધીના અલગ અલગ પોઇન્ટ આપવામાં આવશે. સેન્ટર ફોર એક્સેલેન્સ માટે પાંચ પોઈન્ટ આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 90 ટકા સંસ્થાઓને નેક એક્રીડેશન આપવામાં આવશે. હાલમાં 58000 સંસ્થાઓ પૈકી માત્ર 20 ટકા જેટલી સંસ્થાઓએ નેકનું એક્રીડેશન ધરાવે છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે પણ એક સિંગલ પોર્ટલ હશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અન્ય યુનિવર્સિટીની જ મદદ લેવામાં આવશે.