May 20, 2024

દેશમાં ફરી પડશે ઠંડી! ગુજરાતમાં હવામાનનો આ મિજાજ

અમદાવાદ: ઉનાળો હવે આવ્યો એવું લાગે ત્યાં ફરી ઠંડી કા પછી વરસાદી પડી જાય છે. હવામાનમાં બેવડો અનુભવ થઈ રહ્યો છે. આ અનુભવના કારણે લોકો બિમાર પડી રહ્યા છે. ફરી એક વાર હવામાન વિભાગે આગાહી કરી છે.

ઠંડીની દસ્તક
હવામાન વિભાગે હવામાનને લઈને ફરી આગાહી કરી છે. જે પ્રમાણે કોઈ વિસ્તારમાં ઠંડી દસ્તર દઈ શકે છે તો કોઈ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે તાપમાનમાં ફરી ઘટાડો જોવા મળશે. જેના કારણે પણ વાતાવરણમાં ઠંડક જોવા મળશે. હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

વરસાદની શક્યતા
ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેમાં ર ઉત્તરકાશી, ચલોમી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર અને પિથોરાગઢ જિલ્લામાં વરસાદ પડી શકે છે. પંજાબ-હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. આ સાથે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. મહત્વની વાત એ છે કે જે ખેડૂતોનો પાક ઉભો છે તેને ભારે નુકશાની થઈ શકે છે. વાતાવરણના બદલાવને કારણે ખેડૂતોના પાકને નુકશાન થવાની ભીંતી સેવાઈ રહી છે. થોડી વાર ઠંડી થોડી વાર ગરમી અને વરસાદના કારણે ખેડૂતોને આખા વર્ષની મહેનત પર પાણી ફરી રહ્યું છે.

ગુજરાતમાં શું છે આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી ઘટવાની શક્યતા જોવા મળી રહી છે. રાજયમાં હવે શિયાળો વિદાય તરફ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષના ગરમી ઓછી પડશે. દર માર્ચના જ ગરમીની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વખતે માર્ચમાં ગરમી નહીં જોવા મળે. બોર્ડની પરિક્ષા દરમિયાન કોઈ ભારે ગરમી નહીં પડે જેના કારણે વિધ્ધાર્થીઓ આરામાથી પરિક્ષા આપી શકે છે.