January 18, 2025

રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયામાં 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું

Ahmedabad: રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફરી એક વખત હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો યથવાત રહેશે.

આ પણ વાંચો: ‘હવે ડોક્ટરો નહીં પણ ભૂવા કરશે સાજા…’, અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ કરી વિધિ

મળતી માહિતી અનુસાર ગુજરાતમાં ઠંડીએ માજા મુકી છે. ગુજરાતીઓ ઠંડીમાં ઠઠરી ગયા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટની આગાહી કરી છે. આ સિવાય ઉત્તર-પૂર્વની પવનની દિશા રહેતા ઠંડીનું પડશે. નલિયા 7.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીથી નીચું રહેશે.