November 23, 2024

ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણી પર CM યોગીએ આપી પહેલી પ્રતિક્રિયા

CM Yogi By Eletion in UP: ઉત્તર પ્રદેશની 9 વિધાનસભા બેઠકોના પરિણામો પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. સીએમ યોગીએ આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં લોકોની અતૂટ શ્રદ્ધાનો પુરાવો ગણાવ્યો હતો. ‘બટેંગે તો કટંગે’ની સાથે તેમણે પીએમ મોદીના સ્લોગન ‘એક રહીશું તો સેફ રહીશું’નો પણ ઉલ્લેખ કર્યો.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ-એનડીએની જીત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વ અને માર્ગદર્શનમાં લોકોની અતૂટ શ્રદ્ધાનો પુરાવો છે. આ જીત ડબલ એન્જિન સરકારની સુરક્ષા, સુશાસન અને લોક કલ્યાણની નીતિઓ અને સમર્પિત કાર્યકરોની અથાક મહેનતનું પરિણામ છે. હું ઉત્તર પ્રદેશના આદરણીય મતદારોનો આભાર વ્યક્ત કરું છું જેમણે ઉત્તર પ્રદેશના સુશાસન અને વિકાસ માટે મતદાન કર્યું અને તમામ વિજેતા ઉમેદવારોને હાર્દિક અભિનંદન! બટેંગે તો કટંગે” એક રહીશું તો સેફ રહીશું. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ વિધાનસભા પેટાચૂંટણીના તાજેતરના પરિણામોમાં, ભાજપ 9માંથી 7 બેઠકો પર આગળ છે જ્યારે સમાજવાદી પાર્ટી બે બેઠકો પર આગળ છે.