December 22, 2024

મુખ્યમંત્રીએ રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી

ગાંધીનગર: રાજ્યના 14 નગરો અને એક મહાનગરમાં વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં જસદણ-હાલોલ-વિરમગામ-પારડી-પાટણ-વેરાવળ-બોટાદ-પોરબંદર-છાયા તેમજ ચોરવાડ-ટંકારા અને કરમસદ-ઉમરગામ-બિલીમોરા તથા વાઘોડિયા નગરપાલિકા-જૂનાગઢ મહાનગરપાલિકાને મળશે લાભ.

ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામો
ભૌતિક આંતરમાળખાકિય સુવિધાના આ કામો અન્વયે સમગ્રતયા કુલ રૂપિયા 126.08 કરોડના કામોને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મંજૂરી આપવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ભૌતિક આંતરમાળખાકીય સુવિધાના કામોમાં પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન, વોટર, ડ્રેનેજ કામો, જળસિંચનના કામો, સ્લમ વિસ્તારમાં પાયાની સુવિધાના કામો વગેરેનો સમાવેશ કરવામાં આવેલો છે.

આ પણ વાંચો: સુરતમાં ડિલિવરી પછી પાંચ કલાક બાદ પરિવારને મૃત બાળક સોંપાયું, પરિવારે કર્યો હોસ્પિટલ સામે આક્ષેપ

આટલી મંજુરી
ભૂપેન્દ્ર પટેલે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો હેઠળ બોટાદ નગરપાલિકાને સી.સી. રોડ બનાવવાના 60 કામો માટે રૂપિયા 5.94 કરોડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત પોરબંદર-છાયા નગરપાલિકા ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી પીવાના પાણીની પાઇપલાઇન, સી.સી. રોડ અને LED સ્ટ્રીટ લાઈટના કામો માટે રુપિયા 53.68 લાખ મંજૂર કરવામાં આવ્યા છે. ચોરવાડ નગરપાલિકા વિસ્તારમાંથી પસાર થતાં 2.1 કિ.મી. લંબાઇના NHAIના રોડના નવીનીકરણ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના રૂપિયા 2.52 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સાથે ટંકારા અને વાઘોડિયા નગરપાલિકાને ચોમાસામાં વરસાદના કારણે નુક્શાન પામેલા રસ્તાઓના રિસર્ફેસીંગ-રીપેરીંગ માટે 80 લાખ રૂપિયા મુખ્યમંત્રીએ મંજુર કર્યા છે.