CM Kejriwalને સુપ્રીમ કોર્ટનો ઝટકો, 2 જૂને સરેન્ડર થવું પડશે
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અહીંની રજિસ્ટ્રીએ જામીનનો સમયગાળો સાત દિવસ વધારવા માટે તાત્કાલિક સુનાવણીની અપીલને ફગાવી દીધી છે. જેના કારણે કેજરીવાલે 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે.
સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી
ગઈ કાલે સુપ્રીમ કોર્ટે દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં જામીન પર બહાર રહેલા કેજરીવાલની જામીનની મુદત વધારવાની અરજી પર વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તમને જણાવી દઈએ કે કેજરીવાલની તબિયતના કારણે તેમની જામીનની મુદત સાત દિવસ વધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ આ અરજી કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી છે.
અરજીને ફગાવી દીધી
કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં પોતાની તબિયતના કારણે તેમની જામીનની મુદત સાત દિવસ વધારવા અરજી કરી હતી. અચાનક તેના વજન ઘટવા લાગ્યું છે. અચાનક છ થી સાત કિલોગ્રામ વજન ઘટવાને કારણે અનેક તબીબી પરીક્ષણો કરાવવા માટે વચગાળાની જામીનની મુદત સાત દિવસ વધારવા વિનંતી કરતી અરજી કરી હતી. જોકે કોર્ટે આ અરજીને નકારી કાઢી છે. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને કે.વી. વિશ્વનાથનની વેકેશન બેન્ચે કેજરીવાલની વચગાળાની અરજીને ફગાવી દીધી હતી.
શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.