January 18, 2025

‘ગાંવ ચલો’ અભિયાન અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠામાં રાત્રી રોકાણ કરશે

CM - NEWSCAPITAL

ગાંધીનગરઃ આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીત મેળવવાના સંકલ્પ સાથે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી બે દિવસ ગુજરાત ભાજપ દ્વારા ગાવ ચલો અભિયાન અંતર્ગત 56,700 કાર્યકર્તાઓ 33 જિલ્લા અને 8 મહાનગરોમાં જશે. જેમાં રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ પણ આજે બનાસકાંઠાના જલોત્રા ગામમાં કાર્યકતાના ઘરે રાત્રી રોકાણ કરશે.

56,700 કાર્યકર્તાઓ ગાંવ ચલો અભિયાન અંતર્ગત 41 જિલ્લા-મહાનગરમાં જશે
ગાવ ચલો અભિયાન અભિયાન અંતર્ગત 10 અને 11 ફેબ્રુઆરી એમ બે દિવસ ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથમાં એક-એક કાર્યકર્તાને જવાબદારી સુનિશ્ચિત કરીને રાત્રી રોકાણ સહીત 24 કલાક એ કાર્યકર્તાઓને સોંપવામાં આવેલ ગામ/બૂથમાં પ્રવાસી કાર્યકર્તા તરીકે જશે. જેમાં 29,165 પ્રવાસી કાર્યકર્તાઓ સહિત કુલ 56,700 કાર્યકર્તાઓ ગાવ ચલો અભિયાન અંતર્ગત 41 જીલ્લા અને મહાનગરમાં જશે. પ્રદેશના તમામ હોદ્દેદાર, રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યઓ, જીલ્લા/તાલુકાના હોદ્દેદાર પણ આ અભિયાનમાં જોડાશે.CM - NEWSCAPITAL

આ પણ વાંચો : મહેસાણા SP વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા ડીસા કોર્ટનો હુકમ

ડીસા ખાતે 3,938 આવાસ યોજનાઓનું લોકાર્પણ કરશે
આ કાર્યક્રમ અંતર્ગત CM ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જીલ્લાના જલોત્રા ગામે બપોર પછી કાર્યકર્તાના ઘરે જઈ રાત્રિ રોકાણ અને ભોજન કરશે, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે. સાથે જ આજે ‘વિકસિત ભારત, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ ગુજરાતના તમામ જિલ્લાઓમાં 180 થી વધુ સ્થળોએ યોજવાનો છે, જેમાં મુખ્ય કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા ખાતે યોજવાનો છે.  દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી પણ આજે આ કાર્યક્રમ અંતર્ગત ડીસા ખાતે 3,938 આવાસ યોજનાઓનું લોકાર્પણ કરશે.  આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત સરકારના અન્ય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ જોડાશે.