December 23, 2024

CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી

Ratan Naval Tata: દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી. રતન ટાટા છેલ્લા ઘણા મહિનાથી બીમાર હતા. CM ભૂપેન્દ્ર પટેલેએ રતન ટાટાના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે.

રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપી
CM ભૂપેન્દ્ર પટેલે રતન ટાટાને શ્રદ્ધાંજલી આપી હતી. CM ભૂપેન્દ્ર પટેલે x (ટ્ટીટર) પર લખ્યું કે, ‘દેશે સાચા અર્થમાં એક અનમોલ રતન ખોયો છે. દેશને ક્યારે પૂરી ના થઈ શકે તેવી ખોટ પડી છે. દેશ વિદેશમાં ઉદ્યોગ જગતમાં ભારત દેશને ગૌરવ અપાવે એવા રતન ટાટાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા હવે આપણી વચ્ચે નથી. બુધવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. રતન ટાટા ઘણા સમયથી બીમાર હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રતન ટાટાના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ રતન ટાટાને યાદ કરીને અનેક ટ્વિટ કર્યા છે. આમાંથી એક ટ્વીટમાં તેમણે લખ્યું છે કે રતન ટાટા જી એક સ્વપ્નદ્રષ્ટા બિઝનેસ લીડર, દયાળુ આત્મા અને અસાધારણ માનવી હતા. તેમણે ભારતના સૌથી જૂના અને સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસમાંના એકને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું. વધુમાં તેમનું યોગદાન બોર્ડરૂમથી ઘણું આગળ હતું.