January 11, 2025

ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી 9 મનપાની એક દિવસીય કાર્યશાળા યોજાઇ

Bhupendra Patel: રાજ્યની નવરચિત 9 મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં હાલની સ્થાપિત મહાનગરપાલિકાઓ નવી રચાયેલી 9 મહાનગરપાલિકાના મેન્ટર તરીકે એક વર્ષ કાર્ય કરશે. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય શહેરી વિકાસની આયોજનબદ્ધ ગતિની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે અપાશે
અમદાવાદ મહાપાલિકા – નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે, સુરત – વાપી અને નવસારી, વડોદરા – આણંદ, રાજકોટ – મોરબી અને ગાંધીધામ, જામનગર – પોરબંદર, ગાંધીનગર – મહેસાણાનું હેન્ડ હોલ્ડિંગ કરશે. નવી રચાયેલી દરેક મહાનગરપાલિકાઓને રૂ. 20 કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કાર્યો માટે અપાશે.

આ પણ વાંચો: પોલીસકર્મી જ નીકળ્યો બુટલેગર, રસોડામાંથી મળ્યો ‘બાર’

નાણાની તંગી ક્યારેય નહીં પડે
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં એક સાથે 9 નગરપાલિકાને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાનો નિર્ણય આયોજનબદ્ધ શહેરી વિકાસની ગતિ માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી 9 મહાનગરપાલિકાઓની રચના કરી છે.