December 23, 2024

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલને મળી રાહત!

દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખ આજે જાહેર થવાની છે. આ પહેલા કેજરીવાલને રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને જામીન આપ્યા છે. આ તમામ માહિતી અરવિંદ કેજરીવાલના વકીલ રમેશ ગુપ્તા મીડિયાની આપી છે.

વિગતવાર પૂછપરછ
દિલ્હી દારૂ કૌભાંડ કેસની તપાસ ED કરી રહી છે. જેમાં તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી કે. કવિતાની ધરપકડ ગઈ કાલે કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે EDની ટીમ કવિતાને દિલ્હી લાવી છે અને તેની અહિંયા પૂછપરછ કરવામાં આવી રહી છે. એક બાજૂ કવિતાની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે તો બીજી બાજૂ કોર્ટે અરવિંદ કેજરીવાલને રાહત આપી છે. તમને જણાવી દઈએ કે કોર્ટે અરવિંદ કેજરીવાલને રૂપિયા 15,000ના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. મહત્વની વાત એ છે કે આ પહેલા 8 વખત કેજરીવાલને EDએ સમન્સ પાઠવ્યા હતા. પરંતુ તેઓ કોઈ પણ વખત હાજર રહ્યા ના હતા. આજના દિવસે જયારે કેજરીવાલ કોર્ટ પર પહોંચ્યા હતા ત્યારે તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. કેજરીવાલની સાથે તેમના વકીલ પણ પહોંચ્યા હતા. મહત્વની વાત અહિંયા એ કહી શકાય કે લોકસભાની ચૂંટણી હવે નજીકના સમયમાં આવી રહી છે, આ પહેલા કેજરીવાલને રાહત મળી છે. જોકે, કોર્ટે કલમ 207 હેઠળ વધુ સુનાવણી હાથ ધરી છે.

શું છે દિલ્હી દારૂ કૌભાંડ?
નવી લિકર પોલિસી 2021-22માં દિલ્હીમાં અમલમાં આવી હતી. ત્યારબાદ નવી પોલિસીમાં ડીલરોને ફાયદો આપવાનો આરોપ છે. લેફ્ટનન્ટ ગવર્નરે મુખ્ય સચિવ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. રિપોર્ટમાં નવી પોલિસીમાં અનિયમિતતાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. નવી નીતિના કારણે 144 કરોડનું કૌભાંડ થયું હોવાના આક્ષેપો થયા છે. EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો હતો. ત્યારપછી આરોપી વિજય નાયરની ધરપકડ કરી અને હવે એકબાદ એક નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ હવે કેજરીવાલને ત્રીજી વખત સમન્સ આપવામાં આવ્યું છે. પરંતુ કેજરીવાલ હાજર ગયા નહોતા. હવે એવી વાત આપના નેતાઓ કહી રહ્યા છે કે, કેજરીવાલના ઘરે EDના દરોડા આજે તારીખ 4-1-2024 ના પડી શકે છે.