જૂની પેન્શન સ્કીમને CMની મંજૂરી, વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને મળશે લાભ

ગાંધીનગર: 1 એપ્રિલ 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન સ્કીમ અંગે મહત્વના સમાચાર સામે આવ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે 1 એપ્રિલ 2004 પહેલા કર્મચારીઓને જૂની પેન્શન સ્કીમ માટે મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓ હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી 60 હજાર જેટલા કર્મચારીઓને ફાયદો થશે.

મુખ્યમંત્રીએ વર્ષ 2005 પહેલાં કર્મચારીઓના GPF ખાતા ખોલવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. જેથી વર્ષ 2005 પહેલાના કર્મચારીઓને OPSનો લાભ મળશે. હાલ મુખ્યમંત્રી કાર્યાલયથી ફાઇલ નાણા વિભાગમાં પહોંચી છે. અગાઉ આ મામલે ઠરાવ થયો હતો.

જૂની પેન્શન સ્કિમ અંગે નાણા વિભાગે સૂચના પ્રસિદ્ધ કરી છે. જૂની પેન્શનનો લાભ લેવા માટે 3 માસમાં અરજી કરવાની રહેશે. 8 નવેમ્બર 2024ના જૂની પેન્શનનો ઠરાવનો લાભ લેવા અરજી કરવાની રહેશે. જે કર્મચારી 3 માસમાં અરજી નહીં કરે તેમને નવી પેન્શન યોજના ચાલુ રહેશે. ચાલુ નોકરીના કિસ્સામાં હાલ જે વિભાગમાં ફરજ બજાવે તે વિભાગમાં અરજી કરવાની રહેશે. તેમજ નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ સમયની કચેરીમાં અરજી કરવાની રહેશે. જે કર્મચારી અવસાના પામ્યા હોય તેમના વારસદારોએ જે કચેરીમાં ફરજ બજાવતા હતા ત્યાં અરજી કરવાની રહેશે.