December 26, 2024

માત્ર ચાર મહિનામાં જ સફાઈ કરી બદલી નાખી શહેરની કાયાપલટ

રાજસ્થાન મૂળના જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પદ સંભાળ્યા બાદ ચાર મહિનામાં આણંદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવી દીધું છે. જેના કારણે લોકોમાં લોકપ્રિયત ખૂબજ લોકપ્રિયતા મળી હતી. હાલ તેઓ આણંદ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે સાથે ટ્રાફિકની સમસ્યા અને માર્ગ સલામતી અંગેના પ્રયાસો કરી રહ્યા છે.
પ્રવીણ ચૌધરીએ 2014 બેચના IAS અધિકારી માત્ર જિલ્લાના વહીવટી કામ સંભાળતાની સાથે સાથે યુવાનોને નાગરિક સેવાઓ માટે પ્રેરણા પણ આપે છે. નોંધનીય છે કે 26 સપ્ટેમ્બર 2023ના રોજ આણંદ જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ચૌધરીનો જન્મ રાજસ્થાનના ડીડવાના જિલ્લાના બાલસામંદ ગામમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો.

મજબૂત ઇચ્છા જરૂરી છે
લાડનુંમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી તેણે IIT-મદ્રાસમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં M.Tech કર્યું હતું. વધુમાં ચૌધરીએ જણાવ્યું હતું કે જો તમારી પાસે દ્રઢ મનોબળ હશે તો તમે સિવિલ સર્વિસ પરીક્ષામાં ચોક્કસપણે સફળ થઈ શકો છો. વધુમાં સલાહ આપી કે IPS ઓફિસર મનોજના જીવન પર આધારિત ફિલ્મ ’12મી ફેલ’ અવશ્ય જોવી જોઈએ જેના કારણે તમને પ્રેરણા મળશે. UPSC પાસ કર્યા પછી વ્યક્તિને સમગ્ર ભારતની સંસ્કૃતિ જોવા મળે છે. ગરીબમાં ગરીબ અને અરમાંથી સૌથી અમીર યુવક-યુવતીઓ આ પરીક્ષામાં સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી સફળ થઈ શકે છે. વધુંમાં કહ્યું હતું કે હું સિવિલ સર્વિસમાં જોડાવા માંગતો હતો જેના કારણે હું UPSC પરીક્ષાની તૈયારી માટે દિલ્હી ગયો હતો અને છ મહિનાની તૈયારી કર્યા પછી તેણે પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી લીધી હતી.

222મો રેન્ક મેળવ્યો
ખેડા જિલ્લાના નડિયાદમાં પ્રોબેશનનો સમયગાળો પૂરો કર્યા બાદ તેમણે છોટા ઉદેપુર જિલ્લામાં નાયબ કલેક્ટર, જૂનાગઢ જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે પણ કામ કર્યું હતું. તેમના પરિવારમાં તેમની એક બહેન, 2009 બેચની IPS વિધી ચૌધરી જે હાલમાં રાજકોટના અધિક પોલીસ કમિશનર છે અને બીજી બહેન 2012 બેચની IAS નિધિ ચૌધરી જે મહારાષ્ટ્રમાં GSTના જોઈન્ટ કમિશનર છે.

બે એવોર્ડ મેળવ્યા
ચૌધરીએ તેમની ફરજ બજાવાની સાથે સાથે તેમણે શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. જૂનાગઢમાં જિલ્લા વિકાસ અધિકારીનો હોદ્દો સંભાળતા જૂનાગઢ જિલ્લા પંચાયતને ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય તરફથી દીનદયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ એવોર્ડ મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકેના કાર્યકાળ દરમિયાન સ્માર્ટ સિટી એવોર્ડ મેળવ્યો હતો.