December 24, 2024

શું આ દેશમાં ક્રિકેટ પર પ્રતિબંધ લાગશે? જે ટીમે વર્લ્ડ કપમાં કર્યા હતા મોટા ઉલટફેર

Cricket Ban: આજકાલ ક્રિકેટનો રોમાંચ આખી દુનિયામાં જોવા મળે છે. ઘણા દેશો નાના ક્રિકેટ લીગનું પણ આયોજન કરે છે જેથી લોકોનું મનોરંજન થઈ શકે. દુનિયાભરમાં ક્રિકેટના ઘણા ફેન્સ છે. હવે એવી અટકળો ચાલી રહી છે કે એક એવો દેશ છે જે પોતાના દેશમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની તૈયારી કરી રહ્યો છે. જ્યારે આ દેશની ટીમે વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ધૂમ મચાવી ચૂકી છે.

અફઘાનિસ્તાનમાં લાગી શકે છે પ્રતિબંધ
આજે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ વિશ્વભરની મોટી ટીમોને ટક્કર આપે છે. આ ટીમે વર્લ્ડ કપમાં ઘણી મોટી ટીમોને હરાવી છે. ટીમમાં રાશિદ ખાન, ગુરબાઝ, નવીન ઉલ હક અને મોહમ્મદ નબી જેવા શાનદાર ખેલાડીઓ છે. આ ક્રિકેટરોએ દુનિયાભરની ક્રિકેટ લીગમાં રમીને પોતાની અલગ ઓળખ બનાવી છે. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે તાલિબાન સરકાર અફઘાનિસ્તાનમાં ક્રિકેટ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકે છે. એટલું જ નહીં ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનના સર્વોચ્ચ નેતાએ દેશમાં ક્રિકેટ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં વધુ એક હિન્દુ સગીરાનું અપહરણ કરી વૃદ્ધ સાથે પરણાવી દેવાઈ

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકાર આવી ત્યારથી ઘણું બદલાઈ ગયું છે. આ પહેલા તાલિબાન સરકારે અફઘાનિસ્તાનમાં મહિલાઓને રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. હવે આ સમાચાર સામે આવ્યા બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. જો કે આ અંગે અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

ભારતમાં છે અફઘાન ટીમ
હાલમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે છે. જ્યાં તેને ન્યૂઝીલેન્ડ સાથે ટેસ્ટ મેચ રમવાની હતી. આ મેચ ગ્રેટર નોઈડામાં રમાવાની હતી. પરંતુ સતત વરસાદને કારણે 4 દિવસ માટે મેચો રદ્દ કરવામાં આવી છે. અત્યાર સુધી એક પણ દિવસની રમત થઈ નથી. જેના કારણે અફઘાનિસ્તાનની ટીમ પણ ઘણી નિરાશ છે. ન્યૂઝીલેન્ડ સાથે અફઘાન ટીમની આ પ્રથમ ટેસ્ટ મેચ હતી.