પાટીદાર આંદોલન સમયના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ રાજ્ય સરકારે પરત ખેંચ્યાનો દાવો
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Patidar.jpg)
Ahmedabad: પાટીદાર અનામત આંદોલનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પાટીદાર આંદોલન વખતના કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયના કેસ પાછા ખેંચવામાં આવ્યા છે તેવી જાહેરાત પાટીદાર આંદોલનના નેતા દિનેશ બાંભણીયાએ કરી છે. આ પાટીદાર નેતાએ ટ્વિટ કરીને સરકારનો આભાર માન્યો છે.
આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાટીદાર આંદોલન ના મુખ્ય કેસો રાજદ્રોહ સહિત ના ગંભીર કેસ પરત ખેંચવામાં આવ્યા ..જેમાં હાર્દિક ..દિનેશ ..ચિરાગ ..અલ્પેશ સહિત આરોપી બતવામાં આવ્યા હતા ..પરત નિર્ણય લેવા ખૂબ ખૂબ આભાર ….સત્યમેવ જયતે જય સરદાર pic.twitter.com/h3SEDOfeVz
— Dinesh Bambhania (@dineshbambhania) February 7, 2025
આ સિવાય હાર્દિક પટેલ પણ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, આજે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન મારા સહિત સમાજના અનેક યુવાનો સામેના ગંભીર રાજદ્રોહના કેસો પાછા ખેંચી લીધા છે. સમાજ વતી હું ગુજરાતની ભાજપ સરકારનો વિશેષ આભાર વ્યક્ત કરું છું.
પાટીદાર આંદોલનને કારણે ગુજરાતમાં બિનઅનામત વર્ગો માટે કમિશન-નિગમની રચના કરવામાં આવી, 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના અમલમાં આવી અને દેશના લોકોને આર્થિક ધોરણે 10% અનામતનો લાભ મળ્યો. હું ફરી એકવાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મારા હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
गुजरात में हुए पाटीदार आंदोलन के दौरान मेरे समेत समाज के अनेक युवाओं पर लगे गंभीर राजद्रोह समेत के मुक़दमे आज भूपेंद्र भाई पटेल की सरकार ने वापिस लिए है। मैं समाज की ओर से गुजरात की भाजपा सरकार का विशेष आभार व्यक्त करता हूँ।
पाटीदार आंदोलन से गुजरात में बिन आरक्षित वर्गों के…
— Hardik Patel (@HardikPatel_) February 7, 2025
સતત અપડેટ ચાલુ છે..