July 1, 2024

દરિયાપૂર પોલીસ દ્વારા કચેરીમાં કેક કાપવા મામલે શહેર પોલીસનો ખુલાસો

મિહિર સોની, અમદાવાદ: દરિયાપુરમાં એફ ડિવિઝનની કચેરીમા કેક કાપતો વિડીયો વાયરલ મામલે શહેર પોલીસે ખુલાસો કર્યો છે. જેમાં DCP કાનન દેસાઈ અને PIની હાજરીમાં ભાજપના નેતા હિમાંશુ ચૌહાણ જન્મ દિવસ ઉજવણીનો વિડીયો વાયરલ થતાં જ પોલીસ કમિશનર તપાસના આદેશ આપ્યા હતા.

તપાસ બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખુલાસા કરવામાં આવ્યા છે. તપાસના આધારે ઝોન 4 DCP કાનન દેસાઈ અને હાજર પીઆઈ દ્વારા વિડીયોમામલે અહેવાલ પોલીસ કમિશનર રજૂ કર્યો હતો..જેમાં રથયાત્રાના બ્લડ કેમ્પને લઈ ને આગામી કાર્યક્રમ માટે મિટિંગ હતી અને બ્લડ કેમ સફળ રહ્યો હોવાથી કેક કટીંગ કરવામાં આવી હતી.

આ જન્મદિવસની કોઈ ઉજવણી નહીં કરી હોવાનું ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે જ્યારે બ્લડ કેમ્પમાં વધારે બ્લડનું યોગદાન કરવા આવેલા આયોજન દ્વારા કેક લાવવામાં આવી હતી. ત્યારે, આ પ્રસંગે લોક ગાયક યોગેશ ગઢવી અને ભાજપના નેતા હિમાંશુ ચૌહાણ હાજર હતા. ત્યારે હિમાંશુ ચૌહાણનો જન્મ દિવસ હોવાથી કેક ત્યાં પડી હોવાથી બર્થ ડે વિશ કરીને કેક કાપી હતી. જોકે બ્લડ કેમ્પ આયોજન કરનાર કેક લઈને આવ્યો હતો. તેનું નિવેદન લીધું છે જેમાં કોઈ પણ જગ્યાએ હેપી બર્થ ડે લખ્યું ન હતું. ત્યારે, આ મામલે પોલીસ દ્વારા જન્મ દિવસની ઉજવણી આયોજન કર્યું ન હતું જે શહેર પોલીસે સ્પષ્ટતા કરીને કહેવામાં આવ્યું છે.