રાજકોટમાં સીટીબસના ડ્રાઈવરે બાળકને લીધો અડફેટે, એકના એક દીકરાનું મોત
Rajkot: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે રાજકોટના કણકોટ રોડ પર સીટી બસે બાળકને અડફેટે લેતા બાળકનું મોત નીપજ્યું છે. આ અકસ્માત લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજ સામે અક્સમાત સર્જાયો છે. જોકે, પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના કણકોટ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં સીટી બસે બાળકને અડફેટે લીધું હતું. જે બાદ બાળકનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સીટીબસ ફુલ સ્પીડમાં આવતી હતી. જોક, પરિવારે એકનો એક દીકરો ગુમાવતા શોકનો માહોલ છે. આ ઘટનાને લઈને હાલ તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: ઝઘડિયા બાળકી સાથે બનેલી ઘટના ખુબ જ શરમજનક અને નિંદનીય છે: શક્તિસિંહ ગોહિલ